સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાને ભત્રીજા જેહ સાથે શેર કરી ક્યુટ તસવીરો, જેહની ફોઇ સાથેની વાત સાંભળી હેરાન રહી જશો

ઉપ્સ…ફઈ સબાએ આ શું કર્યું? ટેણીયા જેહે મોં બગાડીને મમ્મી કરીના કપૂરને ફરિયાદ કરી

બોલિવુડના નવાબ કહેવાતા સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાન લાઇમલાઇટથી દૂર રહે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સબા તેના પરિવારના સભ્યો સાથે ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે. તે તેમના ભાઇના બાળકોને ઘણો જ પ્રેમ કરે છે. સબા અલી ખાનના પોસ્ટની વાત કરીએ તો, તે અવાર નવાર સોશિયલ મીડિયા પર સૈફ અને સોહા અલી ખાનના બાળકો સાથે તસવીર શેર કરી તેમના પ્રત્યે પ્રેમ જતાવતી રહે છે.

સબા ઘણીવાર સારા અને તૈમુરની તસવીર શેર કરે છે. હવે તેણે કરીના અને સૈફના નાના દીકરા જહાંગીર અલી ખાન એટલે કે જેહની ક્યુટ તસવીરોનો કોલાજ શેર કર્યો છે. આ તસવીરના કોલાજમાં સબા અલી ખાને જણાવ્યુ છે કે, નાના જેહે આખરે તેમની સાથે વાત શુ કરી. તસવીરમાં સબા અલી ખાન, જેહને તેમના ખોળામાં લઇને ઊભી છે.

જેહ તેમના ઇયરિંગ્સને ખેંચી રહ્યો છે. એવામાં સબા જેહને ઇયરિંગ આપી દે છે. પરંતુ તેને સંભાળવા માટે પણ કહે છે. પછી જેહ કયાંક બીજે જોવા લાગે છે. આ તસવીરમાં સબાએ બંનેની વાતચીતને પણ લખી છે. સબા અલી ખાને જે વાતચીત શેર કરી છે, તેની વાત કરીએ તો, જેહ સબા અલી ખાનને કહે છે કે, મને આ ઇયરિંગ જોઇએ.

સબા જેહને કહે છે કે જાન તમને ઇજા પહોંચશે. ત્યારે જેહ સબાને કહે છે કે, હું આને રાખી રહ્યો છું. ત્યારે સબા જેહને કહે છે કે ધ્યાનથી. કયાંક વાગી ન જાય. જેહ કહે છે કે મમ્મી ફોઇ મને તેમની ઇયરિંગ તોડવા નથી દેતી. ત્યારે સબા કહે છે કે મારા એક્સપ્રેશન જણાવી રહ્યા છે કે, હું હાર માનુ છુ.

જણાવી દઇએ કે, આ પહેલા સબા અલી ખાને ભાણી ઇનાયા ખેમુની બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરી હતી. સાથે જડ તૈમુર સાથે પણ તેમણે એક તસવીર શેર કરી હતી. સબા અલી ખાન, સૈફ અલી ખાનની બહેન છે અને તે પરિવારમાં એ લોકોમાંની એક છે જેને લાઇમલાઇટમાં કોઇ દિલચસ્પી નથી. સબા અલી ખાન એક ડિઝાઇનર છે અને તે તેમના પરિવારની ઘણી નજીક છે.

Shah Jina