ચેન્નઈ સુપરકિંગ્સના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ આ અભિનેત્રીને આપી બેસ્યા છે દિલ, જાણો

આ સુંદર છોકરી છે ઋતુરાજ ગાયકવાડના સપનાની મલિકા, જેના ઇશ્કમાં થયા ક્લીન બોલ્ડ

ક્રિકેટર્સ અને અભિનેત્રીના કથિત અફેરની ચર્ચા ઘણી વખત જોવા મળતી હોય છે. આવી ચર્ચા ઘણી વખત ગોસિબ બની જતી હોય છે જોકે કેટલાક સબંધ એવા પણ હોય છે જે લગ્ન સુધી પહોંચી જતા હોય છે.

આ દિવસોમાં એક ક્રિકેટર અને અભિનેત્રીની ચર્ચા થઇ રહી છે અને તે ક્રિકેટર બીજું કોઈ નહિ પરંતુ ચેન્નઈ સુપરકિંગ્સના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાયકવાડ મરાઠી અભિનેત્રી સાયલી સંજીવને દિલ આપી બેસ્યા છે.

ગાયકવાડ અને સાયલીના રિલેશનશિપની અફવા એ વખતે સોશિયલ મીડિયા પર ઉડી જયારે ઋતુરાજે અભીનેત્રીની પોસ્ટ પર કોમેન્ટ કરી. ત્યારબાદ અભિનેત્રીએ કોમેન્ટ પર પ્રતિક્રિયા આપી હતી. સાયલીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે સોફા પર બેસેલી નજર આવી રહી છે.

ગાયકવાડે અભિનેત્રીની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે, ‘Woahh’. સાયલીએ તેની કોમેન્ટ પર જવાબમાં ત્રણ દિલ વાળા ઈમોજી બનાવી હતી. આટલું થતા જ ચાહકોએ બંને વિશે સંબંધોની અફવા ઉડાવવાની શરુ કરી દીધી.

સોશિયલ મીડિયા પર સાયલી સાથે રિલેશનશિપની વધતી ચર્ચાને જોઈને ગાયકવાડ પોતે આગળ આવ્યો અને તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના સંબંધોની સફાઈ આપી અને બધી અફવાઓ પર વિરામ લગાવી દીધો. CSKના બેટ્સમેને મરાઠીમાં કહ્યું હતું કે ખાલી બોલર જ તેને ક્લીન બોલ્ડ કરી શકે છે બીજું કોઈ નહિ. જેને જે સમજવાનું છે તે સમજી ગયું છે.

ઋતુરાજ ગાયકવાડ ખુબ જ ઓછા સમયમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમના મુખ્ય સદસ્ય બની ગયા છે. તેણે થોડા સમય પહેલા જ સ્થગિત થયેલી IPL 2021માં શાનદાર પરફોર્મ કર્યું હતું. તેણે કાફ ડુ પ્લેસિસ સાથે મળીને ઘણી બધી મેચમાં શાનદાર ઓપનીંગ કરી છે. ઋતુરાજે 7 મેચમાં 28ના રનરેટથી 196 રન બનાવ્યા હતા જેમાં બે અર્ધશતક શામેલ છે.

સાયલી સંજીવ ટીવી પર એક મ્યુઝિક વીડિયોમાં નજર આવી હતી જેમાં તેની સાથે સુશાંત શેલાર હતા. મોડેલિંગમાં પગ મુક્યા બાદ સાયલી સંજીવે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં રાજુ પાર્સેકરની ફિલ્મ ‘પોલીસ લાઇન્સ- એક પૂર્ણ સત્ય’ સામેલ છે. આ ફિલ્મમાં સંતોષ જુવેકરે પણ અભિનય કર્યો હતો. તેના સિવાય તેમણે અટપાડી નાઈટ્સ, મન ફકીરા, એબી એન્ડ સીડી અને સ્ટોરી ઓફ પૈથાની જેવી ફિલ્મોમાં પણ નજર આવી હતી.

Patel Meet