તો શું આ અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે આ ભારતીય ખેલાડી ? લોકોએ પૂછ્યા સવાલો તો આ રીતે આપ્યા તેને જવાબ

ક્રિકેટરો અને અભિનેત્રીઓની ડેટિંગની ખબરો અવાર નવાર આવતી રહે છે. હાલ ચેન્નાઇની ટીમ તરફથી રમી રહેલા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડના અફેરની ખબર આવી રહી છે. ચેન્નાઈ તરફથી રમીને ચર્ચામાં રહેલા ક્રિકેટર ઋતુરાજ મરાઠી અભિનેત્રી સયાલી સંજીવ સાથેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે.

છેલ્લા થોડા સમયથી ઋતુરાજ અને સયાલીના ડેટિંગની ખબર સામે આવી રહી છે. આ ખબર ત્યારે શરૂ થઇ જ્યારે ઋતુરાજે સયાલીની એક તસવીર ઉપર કોમેન્ટ કરી હતી. ઋતુરાજે “વાહ” લખ્યું હતું આને સયાલીએ તેના રીપ્લાયમાં હાર્ટનું ઈમોજી પણ પોસ્ટ કર્યું હતું.

જોકે ઋતુરાજે આ ખબરોને ખોટી ગણાવી છે અને તે પણ ખુબ જ અનોખા અંદાજમાં. તેને પોતાની એક તસ્વીર શેર કરીને લખ્યું છે, “ફક્ત બોલર જ મારી વિકેટ લઇ શકે છે અને તે પણ ક્લીન બોલ્ડ. તેના ઉપરાંત કોઈ નહીં. જે સમજવા માંગો છો સમજી જાઓ.”

ઋતુરાજે આઇપીએલની 14મી સીઝનમાં ચેન્નાઇની ટીમમાં ડુપ્લેસી સાથે ઓપનિંગમાં ખુબ જ સારી બેટિંગ કરી હતી. જે દર્શકોને પણ ખુબ જ પસંદ આવી હતી.

તો સયાલી એક પ્રખ્યાત મરાઠી અભિનેત્રી છે. જે ઘણી ધારાવાહિકોમાં નજર આવી ચુકી છે. સયાલીનો જન્મ મહારાષ્ટ્રના ધૂલેમાં થયો હતો. વર્ષ 2016માં તેને મરાઠી બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

Niraj Patel