આ છે દુનિયાની સૌથી લાંબી મોડલ, લાંબા પગના કારણે ગિનિસ બુકમાં પણ નોંધાવ્યો રેકોર્ડ, નથી મળ્યા ડેટિંગ માટે છોકરાઓ, જુઓ તસવીરો

આપણા ઘણા એવા લોકોને જોયા છે જેમની ઊંચાઈ ખુબ જ વધારે હોય છે તો ઘણા એવા લોકો પણ હોય છે જેમની ઊંચાઈ ખુબ જ ઓછી પણ હોય છે, પરંતુ ઘણીવાર આવું હોવું તકલીફનું કારણ પણ બની જાય છે. ખાસ કરીને ત્યારે જયારે તેમને કોઈ પાર્ટનર પસંદ કરવાનું હોય છે. હાલ એવી જ એક મોડલની કહાની વાયરલ થઇ રહી છે, જે ખુબ જ લાંબી છે.

આ મોડલ એટલી બધી લાંબી છે કે તેને હવે ડેટિંગ માટે કોઈ છોકરો પણ નથી મળી રહ્યો અને ખાસ વાત તો એ છે કે આ મોડલના પગ એટલા બધા લાંબા છે કે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયું છે. ત્યારે આ મોડેલની કહાની પણ ખુબ જ દીલચપ્સ છે, જેને જાણીને તમને પણ નવાઈ લાગશે.

રશિયન મોડલ એકટેરીના લિસિના પોતાની હાઇટને કારણે હેડલાઇન્સમાં રહે છે. એકટેરીના 6 ફૂટ 9 ઈંચ ઉંચી છે. તેની ઊંચાઈના કારણે તેણે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. જો કે આ ઊંચાઈએ તેની લવ લાઈફને પણ અસર કરી છે. કેવી રીતે, આવો જાણીએ ખુદ રશિયન મોડલ એકટેરીનાના શબ્દો…

તમને જણાવી દઈએ કે 34 વર્ષની એકટેરીના લિસિનાને ‘વિશ્વની સૌથી લાંબા પગવાળી મહિલા’ માનવામાં આવે છે, જેના કારણે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની 6 ફૂટ 9 ઈંચની અસામાન્ય ઊંચાઈ તેની લવ લાઈફને અસર કરે છે.

‘ડેઈલી સ્ટાર’ અનુસાર, તેણે કહ્યું કે તેની ઊંચાઈ જેટલો પાર્ટનર મળવો મુશ્કેલ થઈ ગયો. ક્યારેક લાંબી ઉંચાઈના કારણે તેમને વિષમ પરિસ્થિતિમાંથી પણ પસાર થવું પડે છે. એકટેરીનાના મતે- “સંબંધમાં ઊંચાઈથી કોઈ ફરક પડતો નથી, તેને સમજવું જોઈએ.” તે કહે છે કે છોકરાની ઉંચાઈ ઓછી અને છોકરીની વધુ હોવી એ લોકો યોગ્ય નથી માનતા.

તે એમ પણ જનવે છે કે તે એક એવા છોકરાઓને ડેટ કરવા તૈયાર છે જે પોતાનાથી 1 ફૂટ ટૂંકા હોય, પરંતુ તેનાથી નાના છોકરા સાથે નહીં. એકટેરીનાને ડેટિંગ એપ્સના છોકરાઓને મળવાનું પસંદ છે. રશિયન મોડલ એકટેરીના લિસિના પણ પ્રોફેશનલ બાસ્કેટબોલ ખેલાડી રહી ચુકી છે. નિવૃત્તિ બાદ તે મોડલિંગની દુનિયામાં આવી. તેના માતા-પિતા પણ સારી ઊંચાઈના છે. એકટેરીનાના માતા-પિતા 6 ફૂટ 2 ઇંચના છે.

 

તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકટેરીના તમામ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે, જેને લાખો લોકો પસંદ કરે છે. રશિયન મોડલના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. એકટેરીનાની ઊંચાઈ 6 ફૂટ 9 ઈંચ છે. તેના ડાબા પગની લંબાઈ 132.8 સે.મી. અને જમણા પગની લંબાઈ 132.2 સે.મી. છે.

લિસિનાને તેની લંબાઈને કારણે કેટલીકવાર સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. તેમને પ્લેન કે કારમાં બેસવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. આ સિવાય તેમની સાઈઝ માટે ન તો પેન્ટ કે શૂઝ ઉપલબ્ધ છે. તેને પોતાના માટે અલગથી શૂઝ બનાવવા પડે છે. એકટેરીના અગાઉ બાસ્કેટબોલ રમતી હતી. રશિયન રાષ્ટ્રીય ટીમ માટે રમતા તેણે 2008 બેઇજિંગ ઓલિમ્પિક્સમાં રશિયા માટે બ્રોન્ઝ મેડલ જીત્યો.

Niraj Patel