ખબર

લોકડાઉન 3.0. : ગુજરાતના ક્યાં ઝોનમાં શું મળશે છૂટ ? મુખ્યમંત્રી કરશે નિર્ણય

હાલ જયારે કોરોના વાયરસે ભરડો લીધો છે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. ગુજરાત કોરોના વાયરસના આંકડામાં ભારતમાં નંબર 2 પર પહોંચી ચુક્યુ છે.

Image Source

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં કોરોના સંક્રમણના અલગ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ આજે મુખ્યમંત્રી રૂપાણી અધિકારીઓ અને મંત્રીઓ સાથે મળીને કયા ઝોનમાં કેટલી છુટછાટ આપવી તે અંગેની રણનીતિ નક્કી કરશે.

ગુજરાતમાં કોરોના વાયરસને લઈને કેન્દ્ર સરકાર દ્વારા 33 જિલ્લાને ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે.

Image Source

ગ્રીન ઝોન વિસ્તારમાં વ્યવસાયિક છૂટ છાંટ મળી શકે છે. ઓરેન્જ ઝોન અને રેડ ઝોનમાં છૂટની રૂપરેખા બેઠકમાં નક્કી થશે.

Image source

ગ્રીન ઝોનમાં લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુ ખરીદવાની મંજૂરી હોય છે. ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસટન્સ જળવાય તે જરૂરી છે.

ઓરેન્જ ઝોનમાં સંક્રમણ વાળા વિસ્તારને છોડીને અન્ય વિસ્તારમાં છૂટછાટ હોય છે.અન્ય વિસ્તારમાં જરૂરી સામાન ખરીદવા લોકો બહાર નીકળી શકે. તંત્ર આ માટે સમય મર્યાદા પણ નક્કી કરી શકે છે

Image Source

રેડ ઝોનમાં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ હોય છે. ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિ માત્ર હેલ્પલાઈન પર ફોન કરી શકે છે. રેડ ઝોનમાં તંત્ર જ જરૂરી ચીજવસ્તુનો સપ્લાય કરે છે. અહીં નિયમ તોડવા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે.

Image Source

જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 267 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4721 થઇ છે. જ્યારે આજે 22 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 236 દર્દીઓના મૃત્યુ થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.