પોતાના જ મહેંદી પ્રસંગમાં દુલ્હન હુક્કો પી અને કાઢવા લાગી ધુમાડાના ગોટે ગોટા, આ ફિલ્મના ડાયરેક્ટરની છે દીકરી

સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ પોતાના લગ્ને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળતા હોય છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ યાદોમાં પરોવવા પણ માંગે છે. પરંતુ સામાન્ય માણસના લગ્ન કરતા બોલીવુડના સેલેબ્સના લગ્નોની રોનક જ કંઈક અલગ જોવા મળતી હોય છે.

બોલીવુડના પ્રખ્યાત નિર્માતા નિર્દેશક રૂમી જાફરીની દીકરી અલ્ફિયાના લગ્ન જલ્દી જ થવાના છે. રવિવારના રોજ ના મહેંદીનો પ્રસંગ ઉજવાયો. જેમાં બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને ક્રિસ્ટલ ડિસૂજા સમેત અન્ય સિતારાઓ નજર આવ્યા હતા. અલ્ફિયા જાફરીની મહેંદી પ્રસંગની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

એક વીડિયોની અંદર અલ્ફિયા હુક્કાનો કસ મારતી પણ જોવા મળી રહી છે. અલ્ફિયા તેના મહેંદી પ્રસંગમાં જ હુક્કાનો કસ મારી અને ધુમાડાના ગોટે ગોટા ઉડાડતી જોવા મળી રહી છે. હુક્કો પીવાનો વીડિયો અલ્ફિયાએ પોતે જ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તેને પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયોને શેર કર્યો છે.

વીડિયોની અંદર અલ્ફિયા પીળા રંગના ડ્રેસમાં નજર આવી રહી છે. વીડિયોમાં તે એક હાથમાં હુક્કો પકડેલી જોઈ શકાય છે અને બીજા કોઈ સાથે વાત કરતી પણ જોવા મળે છે. જેના બાદ અલ્ફિયા હુક્કાનો કસ મારે છે અને ધુમાડાના ગોટા બહાર કાઢે છે. સોશિયલ મીડિયા ઉપર તેનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

તો રવિવારના રોજ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને ક્રિસ્ટલ ડિસૂજા પણ અલ્ફિયા જાફરીના મહેંદી પ્રસંગમાં નજર આવી હતી. જેમની સાથેની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel