લગ્નના બંધનમાં બંધાઇ ટીવી અભિનેત્રીની બહેન, લાલ જોડામાં લાગી એવી ખૂબસુરત કે ચાહકો હારી બેઠા દિલ

લગ્નના બંધનમાં બંધાઇ TV એક્ટ્રેસની બહેન, લાગી એટલી સુંદર કે દુલ્હો પણ થઇ ગયો લટ્ટુ

બિગ બોસ-14 વિનર અને ટેલિવિઝન ઇનડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી રૂબિના દિલૈકની બહેન જ્યોતિકા દિલૈક તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. રૂબીનાની નાની બહેન જ્યોતિકાએ શિમલાના વુડવિલા પેલેસમાં રજત શર્મા સાથે લગ્ન કર્યા હતા.

રૂબિનાએ બહેનના લગ્નની ઘણી તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે વાયરલ પણ થઇ રહી છે. રૂબીનાની બહેન જ્યોતિકાએ પણ તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જણાવી દઇએ કે, રૂબિનાની બહેનના પણ સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3.41 લાખ ફોલોઅર્સ છે. તે યુટ્યુબર છે અને ટ્રાવેલ બ્લોગિંગ પણ કરે છે.

ત્યાં રૂબિનાના બનેવી રજત શર્મા કન્ટેન્ટ ક્રિએટર છે, તે પણ સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. જ્યોતિકાની પોતાની યુટ્યુબ ચેનલ છે અને તેના પર તે ટ્રાવેલ બ્લોગ્સ અને અન્ય ઘણા પ્રકારના વીડિયો અપલોડ કરતી રહે છે. રજત આ બધામાં જ્યોતિકાની મદદ કરતો હતો અને તેના કારણે બંને મિત્રો બન્યા અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. શિમલાના વૂડવિલા પેલેસમાં યોજાયેલા લગ્નમાં અનેક લોકોએ હાજરી આપી હતી.

આ દરમિયાન હિમાચલના ફેમસ સિંગર અને ડાન્સ કિંગ કુલદીપ શર્મા પણ પહોંચ્યા હતા અને તેમના ફેમસ ગીતો ગાયા હતા. લગ્નમાં સ્કીઇંગ પ્લેયર આંચલ ઠાકુર પણ હાજર રહી હતી. લગ્નમાં તે તેના મંગેતર સાથે જોવા મળી હતી. આ સાથે જ રૂબિના દિલૈકે લગ્નમાં જોરદાર ડાન્સ પણ કર્યો હતો.

બહેનના લગ્ન અંગે રૂબીનાએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે અને હવે અમારા લિટલ બેબીના લગ્ન થઈ ગયા છે. અમે ખૂબ જ ખુશ છીએ કે રજત શર્મા અમારા પરિવારના સભ્ય બની ગયા છે. લગ્નમાં જ્યોતિકાએ પરંપરાગત લાલ લહેંગો પહેર્યો હતો. આ સાથે તેણે સફેદ સ્ટોનથી વર્ક કરેલી જ્વેલરી મેચ કરી હતી. જ્યારે દુલ્હે રાજા રજતે ગોલ્ડન વર્કવાળી બ્લુ શેરવાની પહેરી હતી.

દુલ્હનાન જોડામાં રૂબિનાની બહેન અદ્ભૂત લાગી રહી હતી. રૂબિના પણ બહેનના લગ્નના દરેક ફંક્શનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રૂબીના દિલૈકની નાની બહેન જ્યારે દુલ્હનના ગેટઅપમાં સજ્જ મંડપ પર પહોંચી ત્યારે તેનો બોયફ્રેન્ડ રજત શર્મા પણ લટ્ટુ થઇ ગયો હતો. જ્યોતિકા દુલ્હનના જોડામાં એટલી સુંદર લાગી રહી હતી કે એવું લાગતુ હતુ કે સ્વર્ગમાંથી કોઇ પરી ઉતરી આવી હોય.

વેડિંગ સેરેમની પહેલા જ્યોતિકા-રજતની હલ્દી સેરેમની યોજાઇ હતી, જેમાં વર-કન્યાનો લુક દિલને ખુશ કરી દે તેવો હતો. જણાવી દઇએ કે, રૂબાની દિલૈક શિમલાના ચૌપાલની રહેવાસી છે. તે શિમલાથી માયાનગરી મુંબઇ આવી અને આજે તે ટીવીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તે બિગ બોસની વિનર પણ રહી ચુકી છે.

રૂબીનાનો જન્મ 26 ઓગસ્ટ 1987ના રોજ શિમલામાં થયો હતો. રૂબિનાએ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા છે. રૂબીનાના પિતા ઈચ્છતા હતા કે પુત્રી આઈએએસ ઓફિસર બને, પરંતુ પુત્રીએ માયાનગરીનો માર્ગ અપનાવ્યો. રૂબીના દિલૈકે વર્ષ 2006માં મિસ શિમલાનો તાજ જીતીને મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

Shah Jina