અભિનેતા હિતુ કનોડિયાએ પત્ની મોના થીબા સાથે રસોડાની અંદર વેલણ લઈને “નાટુ નાટુ” પર કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો તમારું પણ દિલ જીતી લેશે

“નાટુ નાટુ”ને ઓસ્કરમાં એવોર્ડ મળતા જ રસોડામાં જ ખુશીથી ઝૂમી ઉઠ્યા હિતુ કનોડિયા અને તેમના પત્ની, વાયરલ થઇ ગયો ડાન્સ કરતો વીડિયો, જુઓ

ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પાવર કપલમાંથી એક છે અભિનેતા હિતુ કનોડિયા અને તેમના ધર્મપત્ની મોના થીબા. જેને ચાહકો ખુબ જ પ્રેમ આપે છે અને આ કપલ જ્યાં પણ જાય છે ત્યાં છવાઈ જાય છે. સોશિયલ મીડિયામાં પણ આ દંપતી ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ લાઇફની પણ ઝાંખી બતાવતા હોય છે.

હિતુ કનોડિયાની હાલમાં આવેલી ફિલ્મ “વશ” પણ ખુબ જ ચર્ચામાં છે. તેમના અભિનયની આ ફિલ્મમાં ખુબ જ પ્રસંશા કરવામાં આવી છે. હિતુ કનોડિયાએ જયારે અભિનયમાં પ્રવેશ કર્યો ત્યારે તેમની જોડી અભિનેત્રી મોના થીબા સાથે વધુ ચર્ચિત હતી. તેમની કેમેસ્ટ્રી પણ ખુબ જ શાનદાર હતી.

ફિલ્મોમાં જોવા મળેલી આ કેમેસ્ટ્રી તેમને જીવનમાં પણ અપનાવી અને વર્ષ 2014માં તેમણે અભિનેત્રી મોના થીબા સાથે લગ્ન કર્યા. હિતુ કનોડિયા અને મોના થીબા સ્ટાર કપલમાંથી એક છે. લગ્ન બાદ વર્ષ 2015માં તેમણે એક દીકરાનું સ્વાગત કર્યુ, જેનું નામ રાજવીર રાખ્યું છે.

હિતુ કનોડિયાના ધર્મપત્ની મોના થીબાએ પણ ગુજરાતી ઉપરાંત હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. લગ્ન બાદ તેમણે અભિનયને અલવિદા કહી દીધું અને એક શ્રેષ્ઠ પત્ની અને માતા તરીકે જીવન વિતાવી રહ્યા છે. પરંતુ તેમનામાં રહેલો અભિનય આજે પણ જીવંત છે. જે હાલમાં જ હિતુ કનોડિયા દ્વારા શેર કરવામાં આવેલી રીલમાં જોવા મળ્યો.

હિતુ કનોડિયા અને તેમના પત્ની મોના થીબાએ ઇન્સ્ટાગ્રામ પર કોલાબ કરીને કેટલીક રીલ પોસ્ટ કરી છે. હાલમાં જ તેમને ઓસ્કરમાં બેસ્ટ બેસ્ટ ઓરીજીનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીતી ચૂકેલા “RRR” ફિલ્મના “નાટુ નાટુ” ગીતને શુભકામનાઓ આપવા માટે આ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

આ વીડિયોમાં અભિનેતા હિતુ કનોડિયા અને તેમના પત્ની મોના થીબા બંને રસોડામાં ઉભેલા છે અને હિતુ કનોડિયાએ એપરન પણ પહેર્યું છે. બંનેના હાથમાં વેલણ છે અને તે ખુબ જ ખુશીથી “નાટુ નાટુ” ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.” આ ડાન્સ રીલ પોસ્ટ કરવાની સાથે તેમને સુંદર કેપશન લખીને શુભકામનાઓ પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

તેમને લખ્યું છે, “નાટુ નાટુ”…. RRR, The elephant whisperers, ઓસ્કાર માટે અભિનંદન, ભારતને ગૌરવ અપાવ્યું !” સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને આ કપલના તેમજ ડાન્સના પણ વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત બે દિવસ પહેલા જ તેમને એક અન્ય ડાન્સ રીલ પણ પોસ્ટ કરી હતી. જેમાં તેમના દીકરા રાજવીરના જન્મ દિવસે “ટમ ટમ” ગીત પર જબરદસ્ત ડાન્સ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. આ ડાન્સ વીડિયોને પણ ચાહકોએ ખુબ જ પસંદ કર્યો હતો અને લોકોએ કોમેન્ટ કરીને રાજવીરના જન્મ દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.

Niraj Patel