રાજભા ગઢવીની સાદગીના દીવાના થયા ચાહકો, ગીરના ખોળે આરોગ્યું દેશી ભોજન.. ચુલ્હા પરના રોટલા સાથે કઢી અને ચોખ્ખું ઘી… જુઓ વીડિયો

ના ફાઈવ સ્ટાર હોટલમાં કે ના કોઈ મોટી મિજબાનીમાં.. રાજભા ગઢવી પહોંચ્યા ગીરમાં ચુલ્હા પર બનેલા રોટલા ખાવા.. જુઓ સાદગી ભરેલો વીડિયો

ગુજરાતની અંદર ડાયરા કલાકારોનું ખુબ જ મોટું નામ છે. વાર તહેવારે તેમના ડાયરની અંદર જમાવટ જોવા મળતી હોય છે. ડાયરા જોવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે અને ડાયરા કલાકાર પર નોટોનો વરસાદ પણ કરતું હોય છે. ત્યારે એવા એક ડાયરા કલાકાર છે રાજભા ગઢવી. જેમની લોક ચાહના પણ જગ વિશાળ છે.

ડાયરા ઉપરાંત રાજભા ગઢવી તેમની સાદગી માટે પણ જાણીતા છે અને તેમની સાદગીની ઝલક અવાર નવાર સોશિયલ મીડિયામાં પણ જોવા મળતી હોય છે. ત્યારે હાલમાં જ રાજભા ગઢવીએ એક વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે જેમાં તે ગીરના ખોળે બેસીને દેશી ભોજનનો સ્વાદ માણતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચુલ્હા પર રોટલા ઘડાઈ રહ્યા છે, એક ડબ્બામાં ચોખ્ખુ ઘી પણ જોવા મળી રહ્યું છે. આ સાથે રાજભા પણ કઈ કઈ વસ્તુઓ છે તેની માહિતી પણ આપી રહ્યા છે. વીડિયોમાં રાજભા કહે છે કે “આવો જમવા આવો.. અમે તો ફ્રી થયા નથી કે બહબહાટી બોલાવવા આવી ગયા. અને આ જો ઘી અને કઢી, રોટલા અને ખીચડીના ભોજનિયાંને આમાં દહીં જામી ગયું છે, આમ દૂધ છે. આજે કેટલું ખાઈશું એ નક્કી નથી”

વીડિયોમાં આગળ તે કેમેરો પોતાની તરફ લાવવા પણ કહે છે અને પછી તેમના ચાહકોને જય માતાજી પણ કહી રહ્યા છે. આ વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે કે, “આજના વાળુ ગીરમાં” ત્યારે આ વીડિયોને હવે સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકો પણ તેમની સાદગીને સલામ કરી રહ્યા છે.

રાજભાની એક ખાસિયત એ પણ છે કે તે જમીન સાથે જોડાયેલા છે અને તે પોતાની ધરતીને પોતાની જમીનને ખુબ જ પ્રેમ પણ કરે છે. જેની ઝાંખી પણ તેઓ અવાર નવર પોતાના સોશિયલ મીડિયા દ્વારા બતાવતા હોય છે. ગીરમાં રાજભાનું એક ફાર્મ હાઉસ પણ છે અને તેઓ ઘણીવાર તેની ઝાંખી પણ બતાવતા હોય છે.

Niraj Patel