આ વ્યક્તિએ ખુંખાર મગરમચ્છ સાથે પાણીમાં કર્યો ડાન્સ, લોકોએ કહ્યું, આનાથી ખતરનાક બીજુ કાઈ ના હોઈ શકે

આપણી સમક્ષ ક્યારેક એવી ઘટના અને વીડિયો આવી જાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આવા અસંખ્ય વીડિયો વાઈરલ થતા રહે છે. આવો જ એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમારા પણ હોંશ ઉડી જશે. કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા છે કે આવો ખતરનાક વીડિયો પહેલા ક્યારેય નથી જોયો.

સામાન્ય રીતે આપણે કોઈ કપલને રોમેન્ટિક ડાન્સ કરતા જોતા હોઈએ છીએ. લગ્ર કે કોઈ અન્ય પાર્ટીમાં કપલ એક બીજાના હાથમાં હાથ નાખીને ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ શું તમે કોઈ મગરમચ્છને માણસો સાથે ડાન્સ કરતા જોયો છે? નહીં ને. કદાચ આ વાત સાંભળીને પણ તમને નવાઈ લાગશે કે કોઈ મગરમચ્છ કેવી રીતે ડાન્સ કરી શકે. પરંતુ આ વાત સાચી છે. પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવીશું તેને જોયા બાદ તમે પણ આ વાત પર વિશ્વાસ કરવા લાગશો.

આ વીડિયો જ્યારથી સોશિયલ મીડિયા પર અપલોડ થયો છે ત્યારથી લોકોના હોંશ ઉડી ગયા છે. એક વ્યક્તિને પાણીમાં મગરમચ્છ સાથે રોમેન્ટિક ડાન્સ કરતો જોઈ શકાય છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં એક વ્યક્તિ જંગલી રેપ્ટાઈલની સાથે ગળે મળતા અને ડાન્સ કરતા જોઈ શકાય છે. ચોંકાવનારા આ વીડિયો એક વ્યક્તિ કમર સુધી પાણીમાં ઉભો છે અને તળાવની વચ્ચે મગરમચ્છ સાથે ડાન્સ કરે છે. મગરમચ્છ સાથે ડાન્સ કરતી વખતે તે વ્યક્તિમાં જરા પણ ડરનો ભાવ જોવા મળતો નથી. તો બીજી તરફ મગરમચ્છ પણ આ વ્યક્તિ સાથે આરામથી વર્તન કરે છે અને તેને કોઈ નુકસાન નથી પહોંચાડતો.

આ વીડિયોને outofcontextanimals નામના એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોયા બાદ મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું, માત્ર ફ્લોરિડામાં તમે એક વ્યક્તિને મગરમચ્છ સાથે ડાન્સ કરતા જોઈ શકો છો. વીડિયો ઉપરના કેપ્શનમાં લખ્યું, એક વ્યક્તિ મગરમચ્છ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો. અત્યાર સુધીમાં આ વીડિયોને 68 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જેમણે પણ આ વીડિયો જોયો તે મોમા આંગળી નાખી ગયો.

YC