ગુજરાતના લોકપ્રિય કલાકાર રોહિત ઠાકોરે હાલમાં જ ખરીદી લાખો રૂપિયાની લક્ઝુરિયર્સ કાર, ભલાભલા સ્ટાર પાસે નથી આવી કાર, જુઓ તસવીરો

કિંજલ દવે, કીર્તિદાન ગઢવી અને જીગ્નેશ કવિરાજ બાદ ગુજરાતના વધુ એક ગાયક કલાકારે ખરીદી લાખો રૂપિયાની ચમચમાતી લક્ઝુરિયસ કાર, જુઓ તસવીરો

જેમ બોલીવુડમાં અભિનેતા અને ગાયકોનો એક મોટો ચાહક વર્ગ જોવા મળે છે.. તેમ ગુજરાતમાં પણ અભિનેતા અને ચાહકોનો એક મોટોવર્ગ છે. ચાહકો પોતાના મનગમતા સેલેબ્સ વિશે જાણવા માંગે છે, તેમના જીવન સાથે જોડાયેલ બાબતોમાં રદ દાખવે છે અને એટલે જ તેમના જીવનમાં આવેલી નાનામાં નાની ખુશી પણ ચાહકો માટે એક મોટી ભેટ હોય છે.

આખા વર્ષમાં દોસ્તો એક જ એવો મહિનો આવે છે જેને પ્રેમના મહિના તરીકે ઓળખવામાં આવ્યા છે અને એ મહિનો છે ફેબ્રુઆરી મહિનો. કારણ કે ફેબ્રુઆરીમાં જ વેલેન્ટાઈન વીક પણ આવે છે અને ઘણા નવ યુગલો લગ્નના બંધનમાં પણ બંધાતા હોય છે. ત્યારે પ્રેમનો આ ફેબ્રુઆરી મહિનો ગુજરાતના કેટલાક ખ્યાતનામ ગાયક અને ગાયિકા માટે ખુબ જ લાભકારક રહ્યો છે.


ગત મહિને જ આપણે જોયું કે ગુજરાતના ત્રણ મોટા ગાયકોએ લાખો રૂપિયાની લક્ઝુરિયસ કાર ખરીદીને તેમના ચાહકોને ખુશ કરી દીધા. જેમાં શરૂઆત જીગ્નેશ કવિરાજે મર્સીડિઝ કાર ખરીદીને કરી તેના બાદ કિંજલ દવેએ પણ આલીશાન અમે લક્ઝુરિયસ મર્સીડિઝ ખરીદી અને પછી ગુજરાતના ડાયરા સમ્રાટ કીર્તિદાન ગઢવીએ પણ આલીશાન ટોયોટા વેલફાયર ખરીદી.

ગુજરાતના ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ જન્મ દિવસે જ 23 ફેબ્રુઆરીના રોજ તેમની પત્ની સોનલ ગઢવીએ એક ખુબ જ આલીશાન કાર ભેટમાં આપી હતી. કીર્તિદાન ગઢવીએ તેમના જન્મ દિવસ ઉપર ટોયોટા કંપનીની એક લક્ઝુરિયસ મોડેલ ટોયોટા વેલફાયર ખરીદી છે. કિર્તીદાન ગઢવીને પત્ની દ્વારા ભેટમાં મળેલી આ કારની એક્સ શો રૂમ કિંમત ઓનલાઈન વેબસાઈટ અનુસાર 89.90 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે,

સાથે જ આ કાર ઓનરોડ પ્રાઈઝ જોવા જઈએ તો 1 કરોડ ઉપર જણાઈ રહી છે. દેખાવમાં પણ આ કાર ખૂબ જ શાનદાર છે તો તેના ફીચર્સ પણ લાજવાબ છે. કીર્તિદાન ગઢવીની આ કારનો રંગ સફેદ છે. તમને જાણવી દઈએ કે ગુજરાતની અન્ય એક લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ આજ મહિને 20 ફેબ્રુઆરીના રોજ એક ખુબ જ લક્ઝુરિયસ મર્સીડિઝ જીએલસી 200 એસયુવી ખરીદી.

રોહિત ઠાકોરે આ કારની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે, જેમાં તે આ ચમચમાતી કારની ચાવી લેતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તે કાર પાસે ઉભા રહીને પોઝ પણ આપી રહ્યા છે, આ પોસ્ટ શેર કરવાની સાથે તેમણે કેપશનમાં લખ્યું છે..”રામપીરની દયાથી, માં-બાપની દયાથી ચાહકોના પ્રતાપથી મારી નવી ટોયોટા ઇનોવા ક્રિસ્ટા”

કિંજલ દવે દ્વારા ખરીદવામાં આવેલી આ શાનદાર કારની કિંમત અંદાજે 60 લાખથી શરૂ થાય છે.કિંજલ દવેએ શરૂઆતમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પપ્પા લલિત દવે આ શાનદાર કાર ચલાવતા જોવા મળ્યા હતા.

આ તસવીરો જોઈને રોહિત ઠાકોરના બધા ચાહક મિત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. રોહિત ઠાકોરે હાલમાં ઇનોવા ગાડી ખરીદી હતી તેના ફોટા તેને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ કર્યા હતા, રોહિત ઠાકોરને તેમના બધા ચાહક મિત્રોનો દિલથી આભાર માન્યો હતો. રોહિત ઠાકોરે જે કાર ખરીદી છે તો ટોયોટા કંપનીની ક્રિસ્ટા કાર છે, આ કાર દેખાવમાં ખૂબ જ શાનદાર અને લક્ઝુરિયસ છે. વાત કરીએ આ કારની કિંમતની તો આ શાનદાર કારની એક્સ શો રૂમ કિંમત શરૂ થાય છે 21 લાખથી લઈને 26.32 લાખ સુધી.

YC