મનોરંજન

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આવ્યા દુઃખદ સમાચાર, હવે બોલીવુડમાં થયું આ મોટા માણસનું નિધન

બોલીવુડમાં ભૂકંપ, આ દિગ્ગજનું નિધન થતા ફેન્સમાં દુઃખની લહેર દોડી ગઈ

ફિલ્મી દુનિયામાંથી એક પછી એક ખરાબ સમાચાર આવતા રહે છે. કોરોના વાયરસના કારણે ઘણા અભિનેતાઓ અને ખ્યાતનામ હસ્તીઓના નિધન થઇ ગયા છે, હાલ મળતી ખબર પ્રમાણે બોલીવુડના 49 વર્ષીય ખ્યાતનામ ડાયલોગ રાઇટર સુબોધ ચોપડાનું નિધન થયું છે.

સુબોધ કોરોનાથી નેગેટિવ આવી ગયા હતા ત્યારબાદ તેમને તકલીફ થઇ અને તેમને શુક્રવારના રોજ છેલ્લા શ્વાસ લીધા. સુબોધ ચોપડાએ “મર્ડર” અને “રોગ” સહીત ઘણી ફિલ્મોમાં ડાયલોગ લખ્યા છે.

આ બાબતે મીડિયા સાથે વાત કરતા સુબોધ ચોપડાના નાના ભાઈ શૈકીએ જણાવ્યું કે, “સુબોધનો ગત શનિવારના રોજ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેમની હાલત સોમવારના રોજ ખરાબ થઇ ગઈ. તેમનું ઓક્સિજન લેવલ અચાનક નીચે આવી ગયું અને મેં ઘરે જ સિલેન્ડરની વ્યવસ્થા કરી હતી. તે બહુ જ થાક અનુભવી રહ્યા હતા અને બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું.”

તેમને આગળ જણાવ્યું કે તેમના ભાઈની હાલત શુક્વારે સવારે વધારે ખરાબ થઇ અને તેમને મલાડની લાઈફલાઈન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જો કે કાર્ડિયેક એરેસ્ટ બાદ તેમનું નિધન થઇ ગયું. તેમને કોરોનાથી સાજા થયા બાદ તકલીફ હતી.