‘ચાઈના નો કોરોના ને મોદીજીની વેક્સીન..’ ગુજરાતીઓએ સ્ટેન્ડમાં બેસીને ભુક્કા કાઢી નાખ્યા, ગુજરાતી સ્લોગનોએ ધૂમ મચાવી, જુઓ વીડિયોમાં

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે એક શાનદાર મેચ રમાઈ. BCCI દ્વારા આ વર્ષે IPLની ફાઇનલ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પસંદ કરવામાં આવ્યું, આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જ્યાં ગઈકાલની મેચમાં 1 લાખ કરતા પણ વધારે દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

મેચ હતી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એટલે સ્વાભાવિક રીતે હોમ ટીમને સપોર્ટ કરવા માટે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં સ્ટેડિયમની અંદર પહોંચ્યા હતા અને સ્ટેડિયમમાં પહોંચી અને તેમને જે રીતે ગુજરાતની ટીમને સપોર્ટ કર્યું તેના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

એક તરફ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ મેદાનમાં ધૂમ મચાવી રહ્યા હતા તો બીજી તરફ સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો પણ ગુજરાતી સ્લોગનો સાથે ધૂમ મચાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયામાં આરજે સીડ અને આરજે દિપાલીના કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં તે ગુજરાત સ્લોગનો બોલી રહ્યા છે. દિપાલી અને સીડ બંને ગુજરાતના લોકપ્રિય આરજે છે અને બંને પતિ-પત્ની છે. આ ઉપરાંત તે ક્રિએટિવ કન્ટેન્ટ બનાવીને વીડિયો દ્વારા દર્શકોને ભરપૂર આનંદ કરાવતા હોય છે, તેમના ઘણા વીડિયો વાયરલ થયા છે અને તેમનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે.

 

View this post on Instagram

 

A post shared by RJ Sid (@sidsaaab)

તેમના એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક સ્થળો ભેગા કરીને સ્લોગન બનાવ્યા છે, જેમાં ચાઈના, કોરોના મોદીજી અને વેક્સીનની સાથે સાથે ઉદેપુર, દીવ દમણ અને રતનપુર બોર્ડરના નામ સાથે જોડીને ફની સ્લોગન પણ બનાવ્યા છે, જેનો વીડિયો તેમને ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by RJ Dipali (@rjdipali)

આ ઉપરાંત અન્ય એક રીલમાં આરજે દિપાલી અને આરજે સીડ બંને ભેગા થઈને ગુજરાતની જીત થશે જ એ માટેનું સ્લોગન બોલી રહ્યા છે, જેના ટાઈટલમાં “કપ આવવા દે ભૂરા” લખવામાં આવ્યું છે, તેમની સાથે અન્ય પ્રેક્ષકો પણ જોડતા જોવા મળે છે અને જોરશોરથી સ્લોગન બોલતા નજર આવી રહ્યા છે.

Niraj Patel