‘અય્યરથી દૂર રાખજો ચહલ ભાઇ…’, નાના અમથા શોર્ટ્સમાં શ્રેયસ સાથે જોવા મળી યુઝી ચહલની રૂમર્ડ Gf RJ મહવશ તો લોકોએ લીધી મજા

જ્યારથી આરજે મહવશની યુઝવેન્દ્ર ચહલ સાથે મિત્રતા થઇ છે, ત્યારથી તે હેડલાઇન્સમાં છે. તે સમગ્ર IPL સીઝન દરમિયાન પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી જોવા મળી હતી. તેને ઘણીવાર યુઝી સાથે પણ સ્પોટ કરવામાં આવી છે જેના કારણે તેમના સંબંધોના સમાચાર વહેતા થયા. જો કે બંનેએ કોઈ પુષ્ટિ નથી કરી કે તેઓ રિલેશનશિપમાં છે કે નહિ.

જ્યારે IPL ફાઇનલમાં પંજાબ કિંગ્સ RCB સામે હારી ગઇ ત્યારે મહવશે યુઝવેન્દ્ર માટે એક ખાસ પોસ્ટ કરી, જેનો લોકોને ખૂબ આનંદ થયો. યુઝી સાથે સાથે મહવશે આખી પંજાબ ટીમના સમર્થનમાં પણ પોસ્ટ કરી હતી. પ્રીતિ ઝિન્ટાથી લઈને શ્રેયસ ઐયર સુધી તેણે બધા સાથે ફોટા શેર કર્યા,

આવી સ્થિતિમાં લોકોએ તેની મજાક ઉડાવી. એટલું જ નહીં, શ્રેયસ સાથે શોર્ટ્સમાં દેખાયા પછી લોકોએ તો એમ પણ કહ્યું કે ચહલે તેને અય્યરથી દૂર રાખવી જોઈએ. મહવશે ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે અલગ અલગ લુકમાં જોવા મળે છે. તેણે રેડ લાઈટ ઈફેક્ટ વચ્ચે પ્રીતિ અને ચહલ સાથે એક ફોટો શેર કર્યો જ્યારે શ્રેયસ અય્યર સાથે પણ ફોટો શેર કર્યો.

મહવશના ત્રણ લુક જોયા પછી ચહલના ચાહકો તેને નવી ભાભી કહી રહ્યા છે, તો કેટલાક તેના પર ખ્યાતિ માટે ક્રિકેટરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. એટલું જ નહીં, એકે તો કહ્યું કે તે પતિ ચોર છે. પરંતુ, કેટલાક લોકોએ મજાકમાં ચહલને કહ્યું કે તે મહવશને શ્રેયસ અય્યરથી દૂર રાખે… જ્યારે એકે કહ્યું- ‘ધનશ્રી પછી, હવે આરજે મહવશ ચહલનો શિકાર કરશે.’

 

View this post on Instagram

 

A post shared by Mahvash (@rj.mahvash)

Shah Jina
error: Unable To Copy Protected Content!