શ્રેયસ અય્યરના પ્રેમમાં પાગલ થઇ આ હસીના, મનમાં ને મનમાં લગ્ન પણ કરી લીધા ને બની ગઇ સરપંચ સાહેબના 2 બાળકોની મમ્મી..

શ્રેયસ અય્યરની દીવાની છે આ બિગબોસ કંટેસ્ટેંટ, બોલી- સપનામાં કરી ચૂકી છું લગ્ન…

રિયાલિટી શો ‘બિગ બોસ 18’ માં જોવા મળેલી ઈડન રોઝ સ્ક્રીન પર તો નજર નથી આવતી પરંતુ તે ઇવેન્ટ્સ અને પબ્લિકમાં જરૂર સ્પોટ થાય છે. ઈડન રોઝ કોના પ્રેમમાં છે ? તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ઇડને તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલ્યા. ઇડને જણાવ્યું કે તે ક્રિકેટર શ્રેયસ અય્યરના પ્રેમમાં પાગલ છે.

ફિલ્મીજ્ઞાન સાથેની વાતચીતમાં કહ્યું કે- તે ક્રિકેટર શ્રેયસને ખૂબ પસંદ કરે છે. તે તેને એટલો પસંદ કરે છે કે તે શ્રેયસને પોતાનો પતિ માની ચૂકી છે અને મનમાં તેણે શ્રેયસ સાથે લગ્ન પણ કરી લીધા છે. આ સાથે તે પોતાને ક્રિકેટરના બે બાળકોની માતા પણ માને છે. તે શ્રેયસને એટલી હદે પ્રેમ કરે છે.

જ્યારે ઇડનને પૂછવામાં આવ્યું કે તે શ્રેયસને આટલો બધો કેમ પસંદ કરે છે, ત્યારે તેણે કહ્યું કે મને જે ચાર વસ્તુઓ જોઈએ છે, તે શ્રેયસમાં છે. શ્રેયસ ખૂબ જ સારી ઊંચાઈ ધરાવે છે, તે ડાર્ક છે, દાઢીવાળો છે અને મસ્ક્યુલર પણ છે, અને તે આપણા દેશનું પ્રતિનિધિત્વ પણ કરે છે. આ ઉપરાંત, તે સાઉથ ઇન્ડિયન છે. ઇડને મજાકમાં આગળ કહ્યું કે તે સપનામાં એવું વિચારે છે કે તે શ્રેયસના બાળકોની માતા છે અને તેણે સપનામાં તેની સાથે લગ્ન પણ કરી લીધા છે.

જો કે, શ્રેયસે હજુ સુધી તેના નિવેદન પર કંઈ કહ્યું નથી.ઇડન રોઝને ક્રિકેટ જોવાનો ખૂબ શોખ છે. થોડા દિવસો પહેલા યોજાયેલી IPLમાં શ્રેયસની ઇનિંગ્સ અને રમતથી તે ખૂબ પ્રભાવિત થઈ હતી. શ્રેયસ પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સ માટે રમ્યો હતો અને ટીમનો કેપ્ટન પણ હતો. પરંતુ RCB એ પંજાબને 6 રને હરાવીને IPL ફાઇનલમાં જીત મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Shah Jina
error: Unable To Copy Protected Content!