અમદાવાદના RJ કૃણાલના પિતાએ આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટમાં થયો મોટો ખુલાસો, મળી હતી ધમકી, જુઓ સમગ્ર મામલો

ગત રોજ અમદાવાદના ખ્યાતનામ RJ કુણાલના પિતા ઇશ્વરભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા ખળભળાટ મચી ગયો હતો. આપઘાત પહેલા તેમણે સુસાઇડ નોટ પણ લખી હતી જે તેમની પાસેથી મળી આવી છે. હવે તેમની આ સુસાઇડ નોટમાંથી મોટા ખુલાસા પણ સામે આવ્યા છે.

ઇશ્વરભાઇનો મૃતદેહ જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ મામલામાં સોલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જણાવી દઇએ કે, RJ કુણાલના પિતા પહેલા પૂર્વ પત્નીએ કેટલાક વર્ષો પહેલા આપઘાત કર્યો હતો. RJની પૂર્વ પત્નીએ 21 જાન્યુઆરી 2016ના રોજ સચીન ટાવરના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો.

આ મામલામાં કૃણાલના પિતાના આપઘાત માટે કૃણાલની પૂર્વ પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે સ્થળ ઉપરથી ઈશ્વરભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો તેની બાજુમાં એક પ્લાસ્ટિકની થેલીમાં સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં ઘણી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સુસાઇડ નોટ 15 પાનાની હતી તેમાં ઈશ્વરભાઈએ કૃણાલની પૂર્વ પત્નીના પરિવારજનો ઉપર આરોપ લગાવ્યો છે. તેમને આપઘાત કરવા માટે ભૂમિ પંચાલના પરિવારજનોનો ત્રાસ જણાવ્યો છે. ત્યારે હવે આ મામલામાં સોલા પોલીસે ચાર લોકો વિરુદ્ધમાં આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

ઈશ્વરભાઈએ સુસાઇડ નોટમાં ભૂમિ પંચાલના માતા-પિતા કવિતા પંચાલ, પ્રવિણભાઈ પંચાલ, રમેશ પંચાલ અને ભુવાજી લક્ષ્મણ દેસાઈની હેરાનગતી હોવાનો નામજોગ ઉલ્લેખ કર્યો છે. મહત્વનુ છે કે ઈશ્વર દેસાઈએ લખેલી સુસાઇડ નોટમાં કૃણાલની પૂર્વ પત્ની ભુમી પંચાલના મોતના કેસમાં સમાધાન માટે ભુમીના માતા પિતા સહિત 4 લોકો દ્વારા એક કરોડની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ મામલામાં 75 લાખમાં સમાધાન નક્કી થયા બાદ 5 જુલાઈ 2022 સુધીમાં રુપિયા ચુકવી દેવાના હતા પરંતુ તે ચૂકવી ના શકતા, આરોપીઓએ તેમને ફાંસીની સજા માટે તૈયાર રહેવાની ધમકી આપી હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

Niraj Patel