દીકરીઓને ભણતર ને દીકરાને સાવરણી બંને સરખા છે, જુઓ રીવાબા એ શું શું કહ્યું
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં રીવાબા જાડેજા મહિલાઓને સંબોધતા કહી રહ્યા છે કે, ‘દીકરીને ભણતર અને દીકરાને સાવરણી બંને એક સરખા છે.
રિવાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે. તેમણે મંચ પરથી કહ્યું કે મારા હસબન્ડ રવિન્દ્રસિંહ જાડેજા ઘરનું 50 ટકા કામ કરાવે છે. હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મૂકે છે. એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. માટે દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામમાં દીકરાઓની પણ થોડી મદદ લેવી જોઈએ.
આપણા સમાજમાં દાયકાઓથી જ્યારે પણ સ્ત્રીઓ ઉપર અત્યાચાર કે બળાત્કાર જેવા હિન કૃત્યો થતા હોય છે. ત્યારે ઘણા લોકો તે ઘટનાને લઇ દીકરીઓ ઉપર પણ પ્રશ્નાર્થ ચિન્હ લગાવે છે. દીકરીઓનાં પહેરવેશને લઈને પણ ટીકાઓ કરતા હોય છે. પરંતુ ક્યારેય આપણા દીકરાઓને કેમ જીવવું તે શીખવ્યું છે ખરા?
તમને જણાવી દઇએ કે, એક સ્થાનિક ન્યૂઝ ચેનલને જણાવ્યા મુજબ કરણી સેનાએ રિવાબાના નિવેદનને વખોડ્યું અને જણાવ્યું કે રિવાબા જાડેજાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા નિવેદન કર્યું છે. રિવાબા જાડેજાના નિવેદનથી સમાજમાં ખોટી અસર પડશે. કરણી સેના દ્વારા રિવાબા જાડેજાના નિવેદનને વખોડી કાઢવામાં આવે છે. સમાજમાં મહિલા પુરૂષ સમાન જ છે. મહિલાઓ આજે આઈએએસ, આઈપીએસ, નેતા બની રહી છે તે સાબિતી આપે છે કે બધા સમાન છે.
‘હું રોટલી બનાવતી હોય ત્યારે રવિન્દ્રસિંહ ચા બનાવતા હોય છે,’ રિવાબાનો Video થયો Viral pic.twitter.com/GgwJdqOxgm
— Solanki Sonu (@sonusolanki) March 30, 2021