BREAKING: જાહેરમાં આખેર કેમ રિવાબાનો ગુસ્સો ફાટ્યો સાંસદ પૂનમ પર? હવે થઇ ગયો ખુલાસો

Why Did Rivaba Get Angry : જામનગરમાં આજે મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો અને આ દરમિયાન રાજકીય સંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી. જામનગરની ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે રકઝક થઇ અને આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. ધારાસભ્ય-સાંસદ અને મેયર વચ્ચે બોલાચાલી થઇ હતી. ધારાસભ્ય રિવાબા ગુસ્સામાં આવી સાંસદ અને મેયર પર વરસી ગયાં હતાં. જો કે, આ પછી તેમણે મીડિયા સમક્ષ આવી જણાવ્યુ કે શું હતો સમગ્ર મામલો અને તેમણે કેમ આવું વર્તન કર્યુ.

મેયરે આ મામલે કહ્યું કે, આ અમારી પાર્ટીનો પારિવારિક મામલો છે હું કઈ બોલવા માંગતી નથી. પણ રિવાબા મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે કહ્યું કે, કોર્પોરેશનનો મેરી મીટ્ટી મેરા દેશ અંતગર્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો અને સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના ઘણા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતાં.

જ્યારે માડમ શહીદ સ્મારકને હાર અપર્ણ કરવા ગયાં તે સમયે તેમણે ચંપલ પહેરેલાં હતા અને પછી હું માળા અર્પણ કરવા ગઇ ત્યારે મેં શહીદોની રિસ્પેક્ટ કરી ચંપલ ઉતાર્યા અને પછી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. ત્યારબાદ ઘણા આગેવાનોએ શ્રદ્ધાંજલિ ચંપલ ઉતારીને આપી. આ ઉપરાંત તેમણે આગળ કહ્યુ કે- શ્રદ્ધાંજલિ આપીને અમે બધા સાઇડમાં ઊભાં હતાં, ત્યારે માડમે જોરથી કહ્યું કે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચંપલ નથી ઉતારતા પણ ભાન વગરના લોકો કે જેમને કંઇ ભાન નથી પડતી એવા એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઇ અને ચંપલ ઉતારે છે.

એમના આ સ્ટેટમેન્ટ પછી મારે ન છુટકે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું. તેમણે કહ્યુ કે- બેન તમે મારા વિશે જે ટિપ્પણી કરી એ યોગ્ય નથી. મેં પાર્ટી વિરુદ્ધ કોઇ કામ નથી કર્યું, મેં તમને કંઇ નથી કીધું. મેં શહીદોની એકસ્ટ્રા રિસ્પેક્ટ કરી અને ચંપલ ઉતાર્યાં, આ કોઇ ખોટી વાત નથી. તમે જે કોઇને કહેતા હોવ પર્સનલી કહો, તે પછી તેમણે કહ્યુ કે- મેં તમને કંઇ નથી કીધું હું બીનાબેનને કહું છું. પણ મેં જ પહેલાં ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

એટલે મેં એમને કીધું કે તમે જે કોઇ વ્યક્તિને કહેતા હોવ નામજોગ વાત કરો અથવા એમને પર્સનલી કહો જાહેરમાં આવી ટિપ્પણી ન કરો. રિવાબાએ વધુમાં કહ્યુ કે- આ મેટરમાં તેમને કંઇ લેવાદેવા નહોતી પણ એ વચ્ચે કૂદી પડીને મારી સાથે તોછડાઇથી વાત કરતા હતા એટલે મારે ન છૂટકે કહેવું પડ્યું. બીનાબેનનો લોકો સાથે વાતચીત કરવાનો જે ટોન છે એ જામનગરની જનતા જાણે જ છે. મારે એમાં કંઇ કહેવાની જરૂર નથી. જ્યારે રિવાબાને મીડિયા દ્વારા સવાલ કરાયો કે પાર્ટી દ્વારા કોઇ ઠપકો મળ્યો?

તો તેમણે કહ્યું કે, એમાં ઠપકો શેનો ? મેં ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી એમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે ? આપણા PM સંસદ ભવનનું ઉદ્ધાટન થતું હોય ત્યારે દંડવંત કરે છે, આ કોઇ પ્રોટોકોલ નથી. તો શ્રદ્ધાંજલિ અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે તો હું નહીં પણ સામાન્ય નાગરિકને પણ લાગી આવે. આ મેટર કોઇ એટલી બધી મોટી નથી. રિવાબાએ કહ્યુ કે મને પૂનમ માડમની ટીપ્પણી માફક ન આવી એટલે મેં જવાબ આપ્યો હતો. મેયર સાથે કોઈ વિવાદ હતો જ હતો નહીં, તેઓ વચ્ચે પડ્યા હતા.

Shah Jina