પતિએ કરી રાખી સાવંતને પહેલીવાર કરી બધાની સામે કિસ, શરમથી લાલ થઇ ડ્રામા ક્વીન, જુઓ

કોઈની શરમ રહ્યા વગર રોમેન્ટિક થયા રાખી સાવંતના પતિ, ન કરવાનું કામ ખુલ્લેઆમ થઇ ગયું જુઓ

સલમાન ખાનના વિવાદાસ્પદ શો બિગબોસ-15માં જયારથી રાખી સાવંતની એન્ટ્રી થઇ છે ત્યારથી શોમાં ઘણા ઝઘડાઓ જોવા મળી રહ્યા છે. પહેલા તેજસ્વી અને કરણ કુંદ્રાની રોમેન્ટિક તસવીરો વાયરલ થઇ હતી અને હવે આ બધા વચ્ચે રાખી સાવંતની પણ પતિ સાથે રોમેન્ટિક કોમેસ્ટ્રી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ રાખી સાવંતે શોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ પતિ રિતેશના આગમન સાથે બિગ બોસના ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. આ જ દર્શકો પણ રાખીના પતિને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રિતેશના ઘરે આવવાથી પરિવારના સભ્યો પણ ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.

રાખીના શોમાં આવ્યા બાદ એવી પણ ચર્ચા છે કે રિતેશ રાખીનો અસલી પતિ નથી. તે માત્ર શો માટે આવ્યો છે. આ બધાની વચ્ચે શુક્રવારના એપિસોડમાં રિતેશ કેમેરાની સામે રાખીને લિપ કિસ કરી હતી. આ પછી રાખી ચોંકી જાય છે અને શરમાતી જોવા મળે છે.રાખી સાવંત બિગબોસ સીઝન 15માં મનોરંજન કરીને ચાહકોનું દિલ જીતી રહી છે. આ વખતે શોમાં રાખી સાવંત તેના પતિ રિતેશ સાથે આવી છે. ચાહકોને છેલ્લા એપિસોડમાં પહેલીવાર કપલની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી. જો તમે બિગ બોસ 15નો છેલ્લો એપિસોડ ન જોયો હોય, તો આ સમાચાર તમારા માટે છે. શુક્રવારના એપિસોડમાં શું થયું તે જાણીને તમે પણ ચોંકી જશો.

રાખીનો પતિ રિતેશ બિગબોસના ઘરમાં રોમાન્સ કરતો જોવા મળ્યો. રિતેશે પરિવારના બાકીના સભ્યોની સામે રાખી સાવંતને લિપ-કિસ કરી હતી. છેલ્લા એપિસોડમાં પરિવારના તમામ સભ્યો બગીચામાં બેઠા હતા. પછી રાખી સાવંત અને તેના પતિને એકસાથે ઊભેલા જોઈને ઘરના બાકીના સભ્યો કિસ કિસ કિસ બૂમો પાડવા લાગ્યા. આ પછી જે થયું તેણે બીબીના તમામ ફેન્સને ચોંકાવી દીધા. રાખી સાવંત અને તેના પતિ રિતેશ નજીક આવ્યા અને રિતેશે રાખીના હોઠ પર કિસ કરી. આ નજારો જોઈને પરિવારના તમામ સભ્યો હોબાળો કરવા લાગે છે.

નેશનલ ટેલિવિઝન પર તેના પતિને કિસ કર્યા બાદ રાખી શરમથી લાલ થઈ ગઈ.જ્યારે રિતેશ પણ શરમાતો જોવા મળે છે. પરિવારના સભ્યો રાખી અને રિતેશને ચીડવે છે. રાખી અને રિતેશ વચ્ચેની આ રોમેન્ટિક પળોની સોશિયલ મીડિયા પર મજાક ઉડી રહી છે.

Shah Jina