અમ્પાયરથી થઇ ભૂલ કે ઋષભ પંતે કરી ચીટીંગ…શાહરૂખ ખાનના સ્ટંપિંગ પર વિવાદ

ઋષભ પંતના સ્ટંપિંગ પર વિવાદ, શાહરૂખ ખાનને અમ્પાયરે કેમ આપ્યો આઉટ ? જાણો પૂરો મામલો

T20 વર્લ્ડ કપ પહેલા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ વિકેટકીપિંગમાં પણ અજાયબી કરી રહ્યો છે. પંતે 17 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે જબરદસ્ત સ્ટમ્પિંગ કર્યું હતું. આ જોઇ લોકોને મહેન્દ્ર સિંહ ધોનીની યાદ આવી ગઇ હતી. પંતે એક નહીં પરંતુ બે સ્ટમ્પિંગ કર્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જો કે, પંતના બીજા સ્ટમ્પિંગને લઈને ઘણો વિવાદ થયો હતો.

પંતના સ્ટમ્પિંગ પર શાહરૂખ ખાન આઉટ થયો હતો. ગુજરાતની ઈનિંગની નવમી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે પંતના હાથે બે ખેલાડીઓને બોલ્ડ કર્યા હતા. પંતે પહેલા અભિનવ મનોહરને ત્રીજા બોલ પર સ્ટમ્પ કર્યો, જે બાદ શાહરૂખ ખાન પાંચમા બોલ પર સ્ટમ્પ થયો. પંત દ્વારા કરવામાં આવેલા બીજા સ્ટમ્પિંગને લઈને વિવાદ થયો હતો. સ્ટમ્બ્સે રાઉન્ડ ધ વિકેટ બોલ કર્યો. શાહરૂખ થોડો આગળ નીકળી ગયો. તે બોલ રમી શક્યો નહિ.

વિકેટકીપર પંતે તેની ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેને સ્ટમ્પ કરી દીધો. પંત બોલને યોગ્ય રીતે પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. બોલ તેના હાથમાંથી નીકળી ગયો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સ ટીમ નસીબદાર હતી કે બોલ સ્ટમ્પ પર પડ્યો. શાહરૂખ તેની ક્રિઝની બહાર હતો પરંતુ શંકા હતી કે પંતનો હાથ પહેલા સ્ટમ્પને અડ્યો કે નહીં. રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ સ્ટમ્પ સાથે અથડાયો હતો. અમ્પાયરે લાંબી વિચારણા બાદ શાહરૂખને આઉટ આપ્યો હતો. પંતનો હાથ સ્ટમ્પને સ્પર્શ્યો હતો, પરંતુ બોલ સ્ટમ્પ પર અથડાતાં જ બેલ્સ પડી ગયા હતા.

આખરે શાહરૂખ ખાન ગોલ્ડન ડકનો શિકાર બન્યો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું. ગુજરાત ટાઇટન્સ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આખી ટીમ 17.3 ઓવર જ રમી શકી. ગુજરાત માટે માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. રાશિદ ખાને 24 બોલમાં 31 રન, સાઈ સુદર્શને 9 બોલમાં 12 રન અને રાહુલ તેવટિયાએ 15 બોલમાં 10 રન બનાવ્યા હતા. શાહરૂખ ખાન તો ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. દિલ્હી તરફથી મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી. ઈશાંત શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સને 2-2 સફળતા મળી જ્યારે અક્ષર પટેલ અને ખલીલ અહેમદે 1-1 વિકેટ લીધી હતી.

Shah Jina