ઇન્ડિયન ક્રિકેટર રિષભ પંત 23 વર્ષની ઉંમરમાં બની ગયો છે એટલા કરોડ રૂપિયાની સંપત્તિનો મલિક , જીવે છે ખુબ જ લક્ઝરી લાઈફ સ્ટાઇલ
ઇન્ડિયન ક્રિકેટમાં જે ખેલાડી પોતાની રમતમાં જોરદાર પ્રતિભા બતાવે છે અને છવાઈ જાય છે તેને કરોડોપતિ થતા કોઈ જ રોકી શકતું નથી. તે લોકો એટલા બધા રૂપિયા કમાય છે કે પોતાની લાઈફ સ્ટાઇલ જ આખી બદલાઈ જતી હોય છે. ઘણા ક્રિકેટરો મધ્યમ ફેમિલીમાંથી આવે છે અને થોડા જ સમયમાં પોતાની પ્રતિભા બતાવી પૈસાદાર બની જતા હોય છે અને પોતાની રમતથી ક્રિકેટ પ્રેમીઓના દિલ પણ જીતી લેતા હોય છે. આજે વાત કરીશુ એવા જ એક ક્રિકેટરની કે જેણે નાની ઉંમરમાં જ ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે.
ટીમ ઇન્ડિયાનો વિકેટ કીપર અને બેસ્ટમેન રિષભ પંતે પોતાની રમતનો જલવો આખી દુનિયામાં બતાવ્યો છે. હાલમાં ચાલી રહેલી ઇગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ તેણે ખુબ જ સરસ પ્રદશન કર્યું હતું ભલે એ પછી પોતાના બેટથી હોય કે વિકેટ કિપિંગથી હોય. કોહલીને ડી આર એસ લેવાની સલાહે ધોનીની યાદ આપવા મજબુર કરી નાખ્યા હતા.
આ 23 વર્ષનો યુવા ખેલાડી ભારતીય ટીમનો ઉભરતો સિતારો છે. જયારે પંત મેદાનમાં નથી હોતો ત્યારે વધારે સમય પોતાના ઘરમાં પરિવાર સાથે વિતાવે છે. આવો જોઈએ રિષભ પંતનું આલીશાન મકાન. રિષભ પંતે 2020માં 29.19 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફોર્બ્સ 2019 સેલિબ્રિટી 100ના લિસ્ટમાં તેને 30માં સ્થાન પર રાખ્યો હતો.
મીડિયાના રિપોર્ટ અનુસાર વર્ષ 2021માં રિષભ પંતની સંપત્તિ 5 મિલિયન ડોલર છે. જે ભારત રૂપિયા મુજબ લગભગ 36 કરોડ રૂપિયા થાય છે. પંતની વર્ષની કમાણી 10 કરોડ રૂપિયા છે, જયારે તે મહિનાના 30 લાખ રૂપિયા કમાય છે, એવામાં પંતનું ઘર તો આલીશાન જ હશે.
યુવા ખેલાડી રિષભ પંતના બેડરૂમમાં મોનોક્રોમ લેઆઉટ છે. પંતનાં ઘરના રૂમ ખુબ જ મોટા છે. રૂમની ડીઝાઈન ખુબ જ મોર્ડન છે અને દીવાલો પર પેઇન્ટિંગ પણ કરાવેલી છે.તેના ઘરમાં એક નાનું જીમ પણ છે જે પોતાની ફિટનેસ સારી રાખવા માટે તેનો ઉપયોગ કરે છે.સાથે તેના આ બંગલામાં શાનદાર વૂડન વર્ક પણ જોવા મળી રહ્યું છે જે તેના ઘરને એક અલગ જ રોયલ લૂક આપી રહ્યું છે.
પંતની જોડે ઘર સિવાય ગાડીઓનું પણ કલેકશન છે. પંતની પાસે કરોડો રૂપિયાની ગાડીઓ છે. પંતની ગાડીઓના કલેકશનમાં મર્સીડીઝ, ઔડી એ8 અને ફોર્ડ્સ સામેલ છે જેની કિંમત 2 કરોડ,1.80 કરોડ અને 95 લાખ રૂપિયા છે.
પંત બી સી સી આઈના વાર્ષિક ક્રોન્ટ્રાકમાં એ ગ્રેડની શ્રેણીમાં આવે છે. જેના લીધે તેને વર્ષે 5 કરોડ મળે છે. તેને પ્રતિ ટેસ્ટ મેચ દરમિયાન 3 લાખ રૂપિયા, પ્રતિ વન ડે માટે 2 લાખ રૂપિયા અને પ્રતિ ટી 20 માટે 1.50 લાખ રૂપિયા ફી મળે છે. એ સિવાય દિલ્લી કેપિટલ તરફથી પણ દરેક સીઝનમાં 8 કરોડ રૂપિયા ફી મળે છે.