અનંત-રાધિકાની કોકટેલ નાઇટમાં પરફોર્મ કરવા માટે રિહાનાએ લીધી અધધધધ કરોડ ફીસ…આટલામાં તો કેટલાય લગ્નના ખર્ચા નીકળી જાય

દેશના સૌથી ધનિક અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં શરૂ થઈ ગઈ છે, અનંત ટૂંક સમયમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

રાધિકા અને અનંતના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ અને હોલીવુડની હસ્તીઓથી લઈને વિશ્વભરના બિઝનેસ ટાયકૂન્સે હાજરી આપી છે. ઇન્ટરનેશનલ પોપ સિંગર રિહાનાએ અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ભારતમાં તેનું પહેલુ પરફોર્મન્સઆપ્યુ હતુ. ત્યારે અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે મુકેશ અંબાણીએ રિહાનાને ભારત લાવવા માટે અધધધ કરોડ ખર્ચી નાખ્યા છે.

રિહાનાએ ગુજરાતના જામનગરમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરવા માટે 10-20 કરોડ નહીં પરંતુ 5 મિલિયન યુરો એટલે કે લગભગ 52 કરોડ ચાર્જ કર્યા છે. જો ગણતરી કરવામાં આવે તો આ સમયમાં 10 લાખ રૂપિયાના ખર્ચે મધ્યમ વર્ગના પરિવારોના 500 જેટલા લગ્ન રિહાનાની ફીસમાં આરામથી થઇ જાય.

અંબાણી પરિવાર તેમના પુત્રના પ્રી વેડિંગ ફંક્શમાં પાણીની જેમ પૈસા ખર્ચ કરી રહ્યો છે, રીપોર્ટ્સ અનુસાર આ ત્રણ દિવસીય સમારોહ માટે 120 મિલિયન યુરો એટલે કે 10 બિલિયનનો જંગી ખર્ચ થવાની ધારણા છે. આશ્ચર્યની વાત એ છે કે 20 મિલિયન યુરો એટલે કે લગભગ 100 કરોડ રૂપિયા તો માત્ર ખાદ્યપદાર્થો પર જ ખર્ચવામાં આવી રહ્યા છે.

Shah Jina