પ્રિ વેડિંગમાં જમાવટ પાડી દીધા બાદ પોતાના દેશ જવા રવાના થયેલી રિહાનાએ જીત્યા ભારતીયોના દિલ, કર્યું એવું કે જુઓ વીડિયો

Rihanna Airport Look Photos : જામનગરમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શનની જોરદાર ઉજવણી ચાલી રહી છે. આ પ્રસંગમાં સામેલ થવા માટે દેશ અને દુનિયાની મોટી મોટી હસ્તીઓ જામનગરમાં રોકાઈ છે, ત્યારે આ અવસર પર ઘણા બધા ખ્યાતનામ કલાકારો પણ પર્ફોમન્સ આપી રહ્યા છે.

જેમાં ગઈકાલે પૉપ સિંગર રિહાનાએ રંગ જમાવી દીધો. ગઈકાલની રાત તેને યાદગાર બનાવી દીધી. અંબાણી પરિવાર સાથે આ પ્રસંગમાં રહેલા મહેમાનો પણ રિહાનાના તાલ પર ઝુમતા જોવા મળ્યા. અંબાણીના પ્રસંગમાં પર્ફોમન્સ આપ્યા બાદ રિહાના પોતાના દેશમાં પરત જવા માટે પણ નીકળી ગઈ.

ઇન્ટરનેશનલ પોપ સિંગર વહેલી સવારે એરપોર્ટ પર સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન રિહાના શકાય બ્લુ રંગના દુપટ્ટા સાથે ગુલાબી રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. તેણે કાળા જૂતા પહેર્યા હતા.

રિહાના પાસે એક પેઇન્ટિંગ પણ હતું જેના પર “થેક્સ” લખેલું હતું. રિહાના ખૂબ જ ખુશ દેખાતી હતી. તેને જામનગર એરપોર્ટથી નીકળતા પહેલા પેપ્સ માટે ઘણા બધા પોઝ પણ આપ્યા હતા.  આ સમય દરમિયાન દરેકની નજર રિહાના પર ટકેલી હતી અને દરેક તેની સાથે એક તસવીર ક્લિક કરવા માટે બેતાબ હતા.

એટલું જ નહિ, રિહાનાએ એરપોર્ટ પર પોલીસકર્મીઓ સાથે પણ ફોટો ક્લિક કરાવ્યા હતા. ઇન્ટરનેશનલ સ્ટારની આ હરકતો દરેકના દિલ જીતી રહી છે. રિહાનાએ અનંત-રાધિકાના ગ્રાન્ડ પ્રિકસ વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેણીએ કહ્યું, “આ શો શ્રેષ્ઠ હતો. મેં આઠ વર્ષમાં કોઈ વાસ્તવિક શો કર્યો નથી. હું વધુ શો માટે ટૂંક સમયમાં ભારત આવવા માંગુ છું.”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Niraj Patel