ખબર

દેશનું સૌથી ધનવાન તિરુપતિ મંદિરે અધધધધધધ કર્મચારીઓને કાઢી મુક્યા, આંકડો જાણીને હોંશ ઉડી જશે

હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનની અસર દેશના સૌથી અમીર મંદિર પણ પર પડી છે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં કોન્ટ્રાકટ પર કામ કરતા 1300 કર્મચારીઓને કામ પર આવવાનો ઇન્કાર કરી દીધો છે. મંદિર પ્રશાસને લોકડાઉન આગળ ધરીને કામ રોકાવી દીધું છે. પ્રસાશને હવે કોન્ટ્રાકટ રીન્યુ કરવાનો ઇન્કાર કરી દીધો છે.

Image Source

મીડિયા રિપોર્ટ અનુસાર, મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમએ શુક્રવારે કર્યું હતું. જણાવી દઈએ કે,
હાલ દેશમાં લોકડાઉન છે. કંપનીએ બધા જ કર્મચારીઓને કાઢી નાખવાની ખબર આવી રહી છે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના પ્રવાક્તા ટી રવિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કર્મચારીને સપ્લાઈ કરનારી એજન્સીએ કોન્ટ્રેક્ટ 30 એપ્રિલે ખતમ થઇ ગયો હતો. સામાન્ય રીતે એજન્સી કૉન્ટ્રૅક્ટર દેવા માટે નવા ટેન્ડર આપે છે. મેનપાવર સપ્લાઈ માટે સૌથી ઓછી બોલી લગાવી છે. લોકડાઉનને કારણે TTD ટ્રસ્ટ બોર્ડની બેઠક થઇ નહીં ફાઇનલ નથી થયું.

Image Source

બોર્ડનું કહેવું છે કે 30 એપ્રિલના રોજ છેલ્લો કરાર સમાપ્ત થયો હોવાથી, 1 મેથી તમામ 1,300 કરાર કર્મચારીઓની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. રવિએ કહ્યું, “કાયદા પ્રમાણે બધુ બન્યું છે. આ સિવાય હવે આ કર્મચારીઓ માટે કોઈ કામ નથી, કારણ કે તાળાબંધીના કારણે તમામ ગેસ્ટ હાઉસ બંધ છે.”

કેન્દ્ર સરકારે તમામ કંપનીઓ સૂચના આપી છે કે તેઓ તેમના કર્મચારીઓને કાઢવા નહીં. ખાસ કરીને જેઓ કરાર આધારિત છે અને પગારમાં ઘટાડો નહીં કરે.

Image Source

જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે તિરુપતિ મંદિર 20 માર્ચથી બંધ છે. મંદિરમાં દૈનિક અનુસ્થાન પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. વર્તમાન વર્ષનું બજેટ 3309 કરોડ રૂપિયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.