ફિલ્મી દુનિયા

આઇલેન્ડ, પ્રાઇવેટ જેટ અને હોટેલ ખરીદવા માગતી હતી રિયા ચક્રવર્તી, હવે સુશાંત કેસમાં લગાવી રહી છે કોર્ટના ચક્કર

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં લગાતાર જાંચ ચાલી રહી છે. ટૂંક સયમમાં જ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે કે સુશાંત કેસની જાંચ મુંબઈ પોલીસ કરશે કે સીબીઆઈ. રિયા ચક્રવર્તીનું કહેવું છે કે બિહાર પોલીસના આદેશ પર જાંચ સીબીઆઈને સ્થાનાંતરિક કરવી અધિકાર ક્ષેત્રમાં નથી આવતું.

Image Source

કોર્ટના નિર્યણ વચ્ચે રિયા ચક્રવર્તીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં રિયા પ્રાઇવેટ જેટ ખરીદવાની વાત કહી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં રિયા પોતાની ઈચ્છા જણાવી રહી છે. રિયાએ ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું કે તેને હોટેલ્સ ખુબ જ પસંદ છે માટે તે હોટેલ્સ, આઇલેન્ડ અને પ્રાઇવેટ જેટ પણ ખરીદવા માંગે છે.

Image Source

જો કે પોતાનું આ લિસ્ટ જણાવીને રિયા હસવા લાગે છે. આટલી મોટી ઈચ્છા ધરાવનારી રિયા આજે કોર્ટના ચક્કર લગાવી રહી છે. જણાવી દઈએ કે સુશાંતના પિતા કે કે સિંહે રિયા પર એફઆઈઆર દર્જ કરાવતા ધોખાઘડીના આરોપ લગાવ્યા છે.

Image Source

અમુક સમય પહેલા પણ રીયાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક પત્રકાર તેને વેલેન્ટાઈનની તૈયારીઓ વિશે પુછી રહ્યો છે, જવાબમાં રિયાએ કહ્યું કે,” મારા તફરથી તો વેલેન્ટાઈન ડે ની ખુબ પ્લાનિંગ હોય છે પણ કોઈ મળતું જ નથી યાર”. રિયાએ એવું પણ કહ્યું કે હું હજી સિંગલ છું, કોઈ શોધી આપો”.

Image Source

જો કે સુશાંતના નિધન પછી એ વાત સામે આવી કે રિયા ઘણા સમયથી સુશાંતને ડેટ કરી રહી હતી. હાલ સુશાંત કેસમાં રિયા લગાતાર કોર્ટના ચક્કર લગાવી રહી છે.

જુઓ રીયાનો આ વિડીયો…

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.