ફિલ્મી દુનિયા

રિયા ચક્રવતીએ પાડોશી સામે કરો પોલીસ ફરિયાદ, પાડોશીએ એવું કામ કર્યું કે જાણીને મગજ જશે

રિયા ચક્રવર્તીએ તેના પાડોશી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. રિયાએ તેના વકીલના માધ્યમથી પાડોશી ડિમ્પલ થાવાની સામે પોલીસ અધિક્ષક પાસે ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીએ કહ્યું હતું કે થાવાનીએ મારાવિષે જુઠ્ઠું ફેલાવ્યું અને મારા પર ખોટા આક્ષેપો કર્યા છે. તેમને ખોટું સાબિત કરવા માટે, તપાસ ગેરમાર્ગે દોરવામાં આવી હતી. રિયાએ કહ્યું કે ડિમ્પલ થાવાનીનો દાવો કર્યો હતો કે સુશાંત મૃત્યુ પહેલા મને ઘરે છોડવા આવ્યો હતો તે ખોટું છે.

Image source

રિયા ચક્રવર્તીની પાડોશી ડિમ્પલ થાવાનીએ દાવો કર્યો હતો કે સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલા 13 જૂને તેને સુશાંતને રિયા સાથે જોયો હતો. ત્યારબાદ સીબીઆઈએ રવિવાર 11 ઓક્ટોબરે ડિમ્પલને આ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. જ્યાં તેને ચોંકાવનારો જવાબ આપ્યો હતો.

Image source

રિપોર્ટ અનુસાર ડિમ્પલે કહ્યું હતું કે તેને સુશાંત અને રિયાને ક્યારેય એક સાથે જોયા ના હતા. પરંતુ અન્ય કોઈએ તેમને સાથે જોયા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે વ્યક્તિને ઓળખી શકે છે, તો તેને ઇનકાર કરી દીધો હતો. ડિમ્પલે કહ્યું કે તે આગળ આવવા માંગતી નથી કારણ કે તે કમ્ફર્ટેબલ નથી. આટલું જ નહીં ડિમ્પલ એ પણ કહી શકી નહીં કે રિયા અને સુશાંત ક્યારે અને ક્યાં જોવા મળ્યા હતા.

Image source

ડિમ્પલે કરેલા તમામ દાવા ખોટા થયા પછી સીબીઆઈએ તેમને ચેતવણી આપી છે. ડિમ્પલે એવો દાવો પણ કર્યો હતો કે તે સુશાંત સિંહ રાજપૂતની પ્રશંસક હતી. આ સાથે જ માને છે કે ગત જન્મથી જ સુશાંત સાથે તેનો સંબંધ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.