સમુદ્રમાંથી નીકળી રહી છે ડરામણી ઢીંગલીઓ, વૈજ્ઞાનિકો પણ જોઈને રહી ગયા હેરાન, જાણો સમગ્ર મામલો

એવું કહેવાય છે કે જો તમે કોઈ પણ વસ્તુને દરિયામાં નાખો છો, તો તે તેને થોડા સમય પછી જમીન પર પાછી મોકલી દે છે. સમુદ્ર તળહીન છે, તે ખૂબ જ ધીરજવાન અને ગંભીર છે. સમુદ્ર તેની હદ ઓળંગતો નથી, અને જયારે ઓળંગે છે  ત્યારે સુનામી આવે છે. આ વખતે દરિયો કોઈ સુનામીના કારણે નહીં પરંતુ નાની ઢીંગલીઓના કારણે ચર્ચામાં છે. આ પ્લાસ્ટિક અને રબરથી બનેલી ઢીંગલી છે, પરંતુ તે કોઈ માયાવી દુનિયામાંથી આવી હોય તેવું લાગે છે. તેમનું આ સ્વરૂપ ખૂબ જ ડરામણું છે.

બદલાતા સંજોગોમાં આપણે સમુદ્રને સતત કચરાના ઢગલા બનાવી રહ્યા છીએ. જેના કારણે દરિયાઈ જીવોને સૌથી વધુ તકલીફ પડી રહી છે. દરિયામાં એકઠા થતા આ કચરાના કારણે મોટો વિસ્તાર નિર્જન બની રહ્યો છે. જોકે આ ગંભીર બાબત છે. પરંતુ આજે અમે તમને જે વિષય જણાવવા જઈ રહ્યા છીએ, તે મનમાં એક અલગ જ કંપારી ઉભી કરે છે.

અમેરિકાના ટેક્સાસ પ્રાંતના દરિયાકિનારા પર અત્યંત રહસ્યમય ઘટનાઓ બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી અહીં મિસ્ટ્રી ડોલ્સ જોવા મળી રહી છે. આ જોઈને ઘણા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વર્ષોથી મળી આવેલી આ વિલક્ષણ ઢીંગલીનું રહસ્ય શું છે. આ ડોલ્સ ટેક્સાસના દરિયા કિનારે જોવા મળે છે.

યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં મરીન સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલી જેસ ટનેલે કહ્યું કે તે ઘણીવાર બીચ પર વિલક્ષણ ચહેરાવાળી ઢીંગલીઓ શોધે છે. જ્યારે જેસ ટનેલે આ ઢીંગલીની તસવીરો ફેસબુક પર અપલોડ કરી ત્યારે બીજા ઘણા લોકોએ તે પોસ્ટમાં આવી ઢીંગલીઓનો ઉલ્લેખ કર્યો છે. ટનલને જ આવી અઢી ડઝનથી વધુ ડોલ્સ મળી છે. તેણે કહ્યું કે સૌથી ભયાનક ઢીંગલીઓ તે હોય છે જેનાં માથા પર ટાલ હોય છે.

ટનેલે વધુમાં જણાવ્યું કે તેને સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે લોકો આ ડરામણી ઢીંગલી ખરીદવા માંગે છે. ઘણા લોકોએ પોસ્ટમાં કહ્યું છે કે આ ડોલ્સ ખરીદવા માટે ઘણી મોટી રકમ ચુકવશે. ટનલની ટીમ હવે આ ડોલ્સની હરાજી કરશે અને આ પૈસાનો ઉપયોગ કેટલાક સારા કામો માટે કરશે.

તેમણે કહ્યું કે 2021માં પહેલીવાર અમને ડોલનું માથું મળ્યું. જેને એક વ્યક્તિએ 35 ડોલરમાં ખરીધુ. બાદમાં આ રકમ મરીન રેસ્ક્યુ પ્રોગ્રામમાં જમા કરાવવામાં આવી હતી. ટનેલે કહ્યું કે અમે દરિયાઈ કાચબા, માછલી અને પક્ષીઓ પર સંશોધન કરવા માટે અહીં આવીએ છીએ, પરંતુ દર વખતે અમને અહીં ઢીંગલી જોવા મળે છે, જે દરિયામાં લાંબા સમય સુધી રહેવાને કારણે રેતી પણ હોય છે અને તેના પર મીઠું જમા થાય છે. દર વખતે નવા પ્રકારની ઢીંગલી જોવા મળે છે.

Niraj Patel