આવા ટેલેન્ટેડ લોકો તો આપણા ભારતમાં જ ભર્યા પડ્યા છે, ચાલુ રીક્ષામાં બદલ્યું ટાયર, વીડિયો જોઈને સૌ કોઈની આંખો થઇ ગઈ ચાર, તમે પણ જુઓ

આ રિક્ષાવાળાએ ત્યારે સૌના હોંશ ઉડાવી દીધા જયારે ચાલુ રિક્ષામાં જ બદલી નાખ્યું પંક્ચર વાળું ટાયર, વીડિયો જોઈને હક્કાબક્કા રહી જશો

Replaces Tyre Of Moving Auto : ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી, ઘણા લોકો તો એટલા ટેલેન્ટેડ હોય છે કે તેમનો ટેલેન્ટ જોઈને આપણે પણ દંગ રહી જઈએ. ઘણા લોકો ભણેલા ના હોવા છતાં પણ ગજબનો ટેલેન્ટ બતાવતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક રીક્ષા વાળાનો એવો જ ટેલેન્ટ જોવા મળી રહ્યો છે, જે ચાલુ રિક્ષામાં રિક્ષાનું ટાયર બદલે છે.

ચાલુ રિક્ષામાં બદલ્યું ટાયર:
ટાયર પંચર થયા પછી વાહનને છલાવવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં એક વ્યક્તિ ઓટો રિક્ષાને બે ટાયર પર ઊભી કરીને ત્રીજું ટાયર ખૂબ જ ઝડપથી બદલતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઓટો એક તરફ નમેલી છે અને તેજ ગતિએ રોડ પર દોડી રહી છે. આ દરમિયાન, ઓટો રિક્ષામાં સવાર વ્યક્તિ ખૂબ જ ઝડપથી રેંચનો ઉપયોગ કરીને ટાયરના નટ-બોલ્ટને હવામાં ઢીલા અને કડક કરતો જોવા મળે છે.

અન્ય રીક્ષા ચાલક લાવ્યો ટાયર:
વિડિયોમાં આગળ, અન્ય એક ઓટો ચાલક તેની પાસે ટાયર લાવે છે, ત્યારબાદ તે વ્યક્તિ સ્પેર ટાયર હાથમાં લે છે, વાહનમાંથી કાઢેલ ટાયર પકડી રાખે છે અને પછી પંક્ચર વાળા ટાયરને કાઢીને બીજું ટાયર ફિટ કરી છે. આ રીક્ષા વાળાનો ગજબનો જુગાડ જોઈને લોકો પણ દંગ રહી ગયા હતા, અને એટલે જ તેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો.

 

View this post on Instagram

 

A post shared by rangila vachu (@indian_ka_telint)

લોકોએ કર્યા ટેલેન્ટના વખાણ:
આ વીડિયો જૂનો છે પરંતુ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વારંવાર વાયરલ થતો હોય છે, જેને જોઈને યુઝર્સ અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળે છે. ઘણા યુઝર્સે તેના ટેલેન્ટની પ્રસંશા કરી હતી, તો ઘણા યુઝર્સને આ જોખમ ભર્યું પણ લાગ્યું અને તેમને આવા સ્ટન્ટ કરવાનું જોખમ ના લેવા માટે પણ જણાવ્યું હતું.

Niraj Patel