કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે ત્યારે દર્દીને ઓક્સિજન લેવલ ઘટી જવાની ઘણી સમસ્યાઓ પણ સર્જાય છે. એક તરફ મોટાભાગની હોસ્પિટલની અંદર બેડ ભરાઈ ચુક્યા છે ત્યારે કોરોના સંક્રમિત દર્દીને ઓક્સિજનનું લેવલ ઘટી જાય ત્યારે ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે.
રાજકોટ આયુર્વેદિક હોસ્પિટલના ડૉ. ગૌરાંગ જોશીએ દર્દીના ઓક્સિજન લેવલ ઘટી જવાની સમસ્યાને દૂર કરવા માટે એક ખુબ જ સરસ ઉપાય જણાવ્યો છે. હોસ્પિટલમાં પણ હવે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે મોટાભાગના લોકો ઓક્સિજનની ઉણપના ના કારણે મોતને ભેટે છે. પરંતુ ડોક્ટર ગૌરાંગ જોશીનો આ ઘરઘથ્થું નુસખો તમને ખુબ જ કામ લાગશે.
એવું જરૂરી નથી કે દર્દીને ઓક્સિજન માત્ર બોટલ દ્વારા જ આપી શકાય કેટલાક ઘરેલુ નુસ્ખાઓ દ્વારા પણ તેને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળી શકે છે. ડોક્ટર ગૌરાંગ જોશી દ્વારા ઘરે જ કેવી રીતે ઓક્સિજન લેવલ વધારી શકાય તેની સુંદર માહિતી એક વીડિયો દ્વારા શેર કરીને આપી છે.
વીડિયોની અંદર ડોક્ટર ગૌરાંગ જોશી જણાવી રહ્યા છે કે ઘરે જ ઓક્સિજન લેવલ વધારવા માટે કપૂરની ક્યુબ લેવાની છે તેના નાના ટુકડા કરી દેવાના, તેની અંદર એક ચમચી અજ્ન્મો ખાંડીને ભેળવી દેવો આ ઉપરાંત તેમાં બે કે ત્રણ લવિંગ અધકચરા ખાંડી અને એક પોટલીમાં બાંધી લેવા.
તે વીડિયોમાં આગળ જણાવે છે કે ઘરના પર્યટક સભ્ય દીઠ આવી બે બે પોટલી બનાવી લેવી અને દર બે કલાકે ઊંડો શ્વાસ લઈને આ પોટલીને સુંઘવી. જેના દ્વારા તમારા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહેશે.
આ ઉપરાંત તમેને બીજી પણ વિવિધ પદ્ધતિ અને સુવાની રીત દ્વારા ઓક્સિજન લેવલ કઈ રીતે વધારી શકાય તેની સુંદર માહિતી આપી છે. જુઓ વીડિયોમાં ડોક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવેલી ખુબ જ સુંદર માહિતી.