Reliance Jioએ આખા ભારતમાં એક-બીજાથી કનેક્ટ રાખવામાં અગ્રેસર ફાળો છે. કંપનીએ આખા ભારતમાં ફ્રી વોઇસ કોલિંગ સાથે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. યુઝર્સેને ઓછા પૈસામાં સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવા માટે કંપનીએ JioPhone લોન્ચ કર્યો હતો. આ સફળતા બાદ કંપનીએ JioPhone 2 લોન્ચ કર્યો હતો. તેને પણ યુઝર્સે બેહદ પસંદ કર્યો હતો.
કંપનીએ આ ફોનની સફળતા બાદ JioPhone 2 લોન્ચ કર્યો હતું. તેને પણ યુઝર્સે બેહદ પસંદ કર્યો હતો. પહેલા કંપનીએ JioPhoneને 1500 રૂપિયામાં લોન્ચ કર્યો હતો. પરંતુ હવે 699માં પણ ખરીદી શકાય છે.

કંપનીએ દશેરા અને દિવાળી ઓફર લોન્ચ કરી છે. આ ઓફરમાં JioPhone 699 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન 1500 રૂપિયાની બદલે 700 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોન પર 800 રૂપિયાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.
આ ઓફરનો સૌથી અહમ વાત એ છે કે, તમારા જુના ફોનને એક્સચેન્જ પણ નહિ કરવો પડે. જે યુઝર્સે આ ઓફરનો લાભ લેશે તેને 700 રૂપિયાનો ડેટા બેનિફિટ્સ ઉપલબ્ધ કરવામાં આવશે. પગફેલા 7 રિચાર્જમાં યુઝર્સના એકાઉન્ટમાં 99 રૂપિયાનો ડેટા આપવામાં આવશે. આમ જોવા જઈએ તો 800 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ અને 700 રૂપિયાનો ડેટા બેનિફિટ્સ સાથે JioPhoneને 1500 રૂપિયાના બેનિફિટ્સ સાથે ખરીદી શકાશે.

આ ફોનના ફીચરની વાત કરવામાં આવે તો આ ફોનમાં સિંગલ સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે. આ ફોનમાં 2.40 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 2 મેગાપિક્સલનો રિયર કેમેરો તથા 515MB રેમ પણ આપવામાં આવી છે.

આ ફોનની બેટરી 2000mAhની છે. આ ફોનમાં સેલ્ફી માટે 0.3 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ છે. ફોનમાં કનેક્ટિવિટી માટે વાઇફાઇ, જીપીએસ, એનએફસી અને એફએમ રેડિયો જેવા ફીચર્સ છે. આ ફોન ગુગલ આસિસ્ટેંટને પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનની મેમરીની વાત કરવામાં આવે તો 4 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.