ટીવીની આ 20 વર્ષિય અભિનેત્રી કરાવે છે એવું ફોટોશૂટ કે બોલ્ડનેસમાં આપે છે બોલિવુડની અભિનેત્રીઓને પણ ટક્કર

યાદ છે અશોક સમ્રાટની કૌરવાકીનો રોલ કરવાવાળી છોકરી ? હવે થઇ ગઇ છે એટલી ગ્લેમરસ કે….ઓળખી પણ નહિ શકો

શોબિઝની દુનિયામાં પોતાની સારી એવી જગ્યા બનાવવી સરળ નથી. ઇન્ડસ્ટ્રીમાં દરરોજ નવા ચહેરાઓ આવે છે, ત્યારે આ દરમિયાન ઘણી એવી અભિનેત્રીઓ છે જેણે નાની ઉંમરમાં જ પોતાની ઓળખ બનાવી લીધી છે. માત્ર ઓળખ જ નહીં પરંતુ 20-21 વર્ષની ઉંમરમાં તેમણે ઘણું બધું હાંસલ કર્યું છે. રીમ શેખ પણ આવી જ અભિનેત્રીઓમાંની એક છે. ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક રીમ શેખે અત્યાર સુધી ઘણી સીરિયલ્સમાં કામ કર્યુ છે.

તેણે 6 વર્ષની ઉંમરે સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી કામ કરવાનું શરૂ કર્યું હતું. તે બાદથી તે સતત એક્ટિંગમાં એક્ટિવ છે અને માત્ર 20 વર્ષની ઉંમરે જ રીમે નાના પડદા પર ઘણું નામ કમાઈ લીધું છે. રીમ શેખ તેના પ્રોજેક્ટ્સ સિવાય ઘણી વખત તેના બોલ્ડ ફોટોગ્રાફ્સ દ્વારા પણ ચાહકો વચ્ચે પ્રભુત્વ ધરાવે છે. રીમે બોલિવુડમાં મલાલા યુસુફઝઈ પર બનેલી ફિલ્મ ‘ગુલ મકાઈ’માં મલાલાનું પાત્ર ભજવ્યું હતું.

આ ઉપરાંત કદાચ તમને પીરિયડ ડ્રામા શો ચક્રવર્તી સમ્રાટ અશોક યાદ હશે, જે 2015 માં ટીવી પર પ્રસારિત થયો હતો. આ સિરિયલ તે સમયના સૌથી મોંઘા બજેટ શોમાંથી એક હતો. આમાં અશોકનું પાત્ર સિદ્ધાર્થ નિગમે ભજવ્યું હતું. જ્યારે અભિનેત્રી રીમ શેખ તેની પત્ની કૌરવાકીના રોલમાં જોવા મળી હતી. તે સમયે રીમ શેખ માત્ર 12 વર્ષની હતી. પરંતુ પોતાના અભિનયથી તેણે દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી હતી.

રીમ 20 વર્ષની છે અને તેણે ઘણી સિરિયલો સાથે ફિલ્મો પણ કરી છે. રીમ શેખે માત્ર 6 વર્ષની ઉંમરે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે પ્રથમ વખત ઈમેજીન ટીવીની પ્રખ્યાત સીરીયલ દેવી… નીર ભરે તેરે નૈનામાં જોવા મળી હતી. મુખ્ય ભૂમિકા દેવીનું પાત્ર ભજવવા બદલ રીમને 2010માં ન્યૂ ટેલેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. રીમે બાળ કલાકાર તરીકે ઘણા ડેઈલી શોમાં કામ કર્યું હતું.

પરંતુ તેને વાસ્તવિક ઓળખ ચક્રવર્તી અશોક સમ્રાટમાં કૌરવકીના પાત્રથી મળી હતી. રીમે અશોક સિરિયલમાં યુવાન અશોકની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. આ શો માટે રીમને ઘણી પ્રશંસા મળી હતી. ત્યારથી રીમે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તે ઘણી ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી છે.

રીમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની સિઝલિંગ અને બોલ્ડ તસવીરોથી ચાહકોના દિલને ઘાયલ કરે છે. રિમના ઇન્સ્ટાગ્રામ પર 51 લાખ ફોલોઅર્સ પણ છે. જણાવી દઇએ કે, અભિનેત્રીએ 2018માં તુ આશિકીમાં સનાયા સેઠનું પાત્ર ભજવ્યું હતું. ઝી ટીવીના શો તુઝસે હૈ રાબતામાં પણ રીમ લીડ રોલમાં હતી. આ શોમાં રીમને તેના કરતા 17 વર્ષના મોટી કો-સ્ટાર સાથે કામ કરવાને કારણે ટ્રોલ કરવામાં આવી હતી.

રીમ સ્ટાર પ્લસની પ્રખ્યાત ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં પણ જોવા મળી હતી. આ સાથે તે બેપનાહ, યે હૈ આશિકી, થપકી પ્યાર કી, દિયા ઔર બાતી હમમાં પણ જોવા મળી હતી. રીમ બાળપણથી જ અભિનયની દુનિયામાં પોતાનો ઝંડો લહેરાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Reem Sameer Shaikh (@reem_sameer8)

Shah Jina