રસોઈ

Oreo બિસ્કિટમાંથી બનાવો સુપર ટેસ્ટી કેક, નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

રોજે રોજ બાળકોને નવું શું બનાવીને આપવું એ વાતની મથામણ દરેક મમ્મીને રોજ થતી જ હોય છે. એમાં પણ તેમને બનાવતા પહેલા એ પણ વિચારવું પડે કે તેમના બાળકોને એ વાનગી ભાવશે કે નહિ. અને રોજે રોજે તો બાળકોને ભાવે એવી નવી-નવી વાનગીઓ ક્યાંથી લાવવી એ સૌથી અઘરી બાબત હોય છે. ત્યારે તમારા બાળકોને ભાવે એવી એક નવી વાનગી લઈને આવ્યા છીએ. આજે જ બનાવો ઓરિઓ બિસ્કિટમાંથી કેક જલ્દી જલ્દી રેસીપી લખી લો –

સામગ્રી: 

  • ઓરિઓ બિસ્કિટ 2 પેકેટ (20નંગ )
  • દૂધ 200 મિલી
  • દરેલી ખાંડ 3 ચમચી
  • ઇનો 1 ચમચી
  • પાણી 1 ચમચી
  • બટર 1/2 ચમચી ગ્રીસ કરવા
  • મીઠુ બેક કરવા માટે

રીત:

સૌપ્રથમ બિસ્કિટ ના ટુકડા કરી ને મિક્સર માં પીસી લો અને થોડું થોડું કરી ને દૂધ રેડતા જાવ અને પછી એમાં ખાંડ એડ કરો અને મિક્સ કરી લો પછી એ મિક્સર ને એક બૉઉલ માં કાળી લો એક પેન મુકો ગરમ કરવા એમાં મીઠુ એડ કરો જરૂર મુજબ અને એના ઉપર એક સ્ટીલ ની નાની પ્લેટ ઉંધી મૂકી દો પછી મિક્સર માં એનો એડ કરી એના ઉપર 1 ચમચી પાણી રેડી ને મિક્સ કરી લો પછી એક કેક બનાવાનું મૉલ્ટ લઇ લો એમાં બટર લગાવી થોડો લોટ નાખી ને લઇ લો કેમ કે ચોંટી ના જાયઃ એટલે પછી એમાં મિક્સર એડ કરી દો અને પેન માં મૂકી દો 5 મિનિટ માટે ફાસ્ટ ગેસ પર બેક થવા દો પછી ગેસ ધીમો કરી ને 15/20 મિનિટ બેક થવા દો પછી બેક થઈ જાયઃ એટલે એમાં પાતળી લાકડી જેવું ખોસી ને જોઈ લો જો એમાં કેક ના ચોટે એટલે સમજી જવાનુ કે કેક પરફેક્ટ બની છે તો રાહ કોની જોવો છો ફટા ફટ બનાવો અને અમને જણાવો કેવી લાગી. રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks