Fact Check: “RBI તમને આપી રહ્યું છે 8 કરોડ રૂપિયા, જેના બદલે ચૂકવવા પડશે 19900 રૂપિયા” જાણો શું છે આ મેસેજની સાચી હકીકત

આજે સ્માર્ટ ફોનનો જમાનો છે જેના કારણે લોકો ઘણી બડ઼ુહી વસ્તુઓ ઓનલાઇન જ કરવાનું પસંદ કરે છે. એ પછી શોપિંગ હોય કે કોઈને પેમેન્ટ કરવાનું હોય. ત્યારે ઘણા એવા ગ્રુપ પણ સક્રિય બની ગયા છે જે લોકોને લોભામણી જાહેરાત આપી અને રૂપિયા ખંખરી લેતા હોય છે. ઘણા ગ્રુપ કેવાયસી અપડેટ કરાવવાના નામ ઉપર તો ઘણા લોટરીના નામ ઉપર છેતરપીંડી કરતા હોય છે.

ત્યારે હવે આરબીઆઇના નામ ઉપર લોકોને છેતરવાનું શરૂ થઇ ગયું છે. જેના માટે એક મેઇલ કરવામાં આવે છે જેમાં 8 કરોડ રૂપિયાનું એક પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે. આ માટે જે તે વ્યક્તિને 199000 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી પાસે પણ આવો કોઈ મેઇલ આવ્યો હોય તો સાવધાન થઇ જજો !

પીબીઆઈ ફેક્ટ ચેક દ્વારા આ દાવાને ખોટો સાબિત કરવામાં આવ્યો છે. લોકોને ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે આરબીઆઇ લોટરી ફંડના પુરસ્કાર આપવાની સૂચના આપનારો કોઈ મેઈલ નથી મોકલતું. તેમને ટ્વીટ કરીને લોકોને માહિતગાર પણ કર્યા છે.

જો તમને પણ કોઈ આવા મેઈલ, મેસેજ કે કોઈ લોભામણી જાહેરાતો સોશિયલ મીડિયા કે અન્ય કોઈ રીતે આપવામાં આવતી હોય તો તમે પણ તેઉ ફેક્ટ ચેક કરાવી શકો છો. કોઈપણ વ્યક્તિ પીબીઆઈ ફેક્ટ ચેકને આવેલા મેસેજનો સ્ક્રીનશોટ ટ્વીટર, ફેસબુક પોસ્ટ કે વૉટ્સઅપ નંબર 918799711259 પર મોકલી શકે છે. અથવા તો pibfactcheck@gmail.com  પર ઈ મેઈલ કરી શકો છો.

Niraj Patel