દેશમાં કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે, ત્યારે લોકો આર્થિક મુશ્કેલીઓમાં ફસાતા જઈ રહ્યા છે. મોટાભગના લોકોના રોજગાર પણ છીનવાઈ ગયા છે આ દરમિયાન ભારતીય રિઝર્વ બેંક કેટલાક લોકો માટે દુઃખના સમાચાર લઈને આવ્યું છે.

આરબીઆઇએ ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત પીપલ્સ કો ઓપરેટીવ બેંકની નબળી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને 6 મહિના સુધીનો પ્રતિબંધ મૂકી દીધો છે.

આ 6 મહિના દરમિયાન પીપલ્સ કો ઓપરેટીવ બેંક નવું કરજ આપી નહિ શકે તેમજ નાણાં પણ જમા નહિ લઈ શકે, આ બેંકના ગ્રાહકો માટે પણ માઠા સંચાર છે. આ બેંકમાં ખાતું ધરાવતા ખાતા ધારકો પણ પોતાના નાણાં ઉપાડી નહિ શકે.

પીપલ્સ બેન્કની નબળી નાણાકીય સ્થિતિના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર રિઝર્વ બેંક દ્વારા કહેવામાં આવ્યું છે, કે 10 જૂન બાદ પીપલ્સ બેંક હવે રિઝર્વ બેંકની મંજૂરી વિના કોઈપણ પ્રકારની લોન આપી નહીં શકે, નવું રોકાણ પણ નહિ કરે શકે તેમજ તેની સંપત્તિને વેચી પણ નહિ શકે.

જો કે રિઝર્વ બેંક દ્વાર બેન્કનું લાયસન્સ રદ કરવામાં નથી આવ્યું, માત્ર તેના ઉપર 6 મહિનાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને આ દરમિયાન લેવડ દેવડ ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.