...
   

RBI એ પેટીએમ પર ફરી ફટકાર લગાવી, ખુલાસો કરતા કહ્યું કે અમે તો સમય આપ્યો પણ…વાંચો કોમેન્ટ બોક્સમાં

ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન કંપની Paytm ની એન્ટિટી Paytm પેમેન્ટ્સ બેંકમાં ચાલી રહેલ સંકટ વચ્ચે સેન્ટ્રલ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ તરફથી એક નિવેદન આવ્યું છે. મોનેટરી પોલિસીની જાહેરાત બાદ પ્રેસ સાથે વાત કરતી વખતે RBI ગવર્નરે Paytm સાથે જોડાયેલા ઘણા સવાલોના જવાબ આપ્યા.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પેટીએમનું નામ લીધા વિના કહ્યું કે જો બધી બાબતોનું પાલન કરવામાં આવ્યું હોત, તો કેન્દ્રીય બેંક એક કોઇ વિનિયમન વાળી ઇકાઇ વિરૂદ્ધ કાર્યવાહી કેમ કરતી ? તેમણે કહ્યું કે પેટીએમ મુદ્દાને લઈને સિસ્ટમ વિશે ચિંતા કરવાની જરૂર નથી, અમે ફક્ત પેમેન્ટ્સ બેંક વિશે વાત કરી રહ્યા છીએ.

આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથને જણાવ્યું હતું કે પેટીએમ સામે “સતત બિન-અનુપાલન” માટે કાર્યવાહી કરવામાં આવી હતી, તેમણે ઉમેર્યું કે સુધારાત્મક પગલાં માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આરબીઆઈ ગવર્નરે કહ્યું, “અમારો ભાર હંમેશા આરબીઆઈના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળની સંસ્થાઓ સાથે દ્વિપક્ષીય પ્રવૃત્તિઓ પર છે, અમારું ધ્યાન યોગ્ય પગલાં લેવા માટે એન્ટિટીને પ્રોત્સાહિત કરવા પર છે.

જ્યારે બેન્કો અને એનબીએફસી અસરકારક પગલાં લેતા નથી, ત્યારે અમે સંબંધિત નિયંત્રણો લાદીએ છીએ. એક જવાબદાર નિયમનકાર હોવાને કારણે અમે સિસ્ટમ સ્તરે સ્થિરતા અથવા થાપણદારો અથવા ગ્રાહકોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને પગલાં લઈએ છીએ. આરબીઆઈ પેટીએમ અંગે લેવામાં આવેલી કાર્યવાહીને લઈને લોકોની ચિંતાઓને દૂર કરવા માટે આવતા સપ્તાહે FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) જારી કરશે.

જણાવી દઈએ કે આર્થિક ગુનાઓની તપાસ કરતી એજન્સી ED એ One 97 Communications વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે કે પેટીએમ બ્રાંડ અંતગર્સ ચાલનાર કંપનીઓ શું ફોરેન એક્સચેન્જ નિયમોના ઉલ્લંઘનમાં પણ સામેલ હતી કે નહિ. આ પહેલા છેલ્લા સપ્તાહે RBIએ Paytm Payments Bank Limited (PPBL) ને કોઇ પણ ગ્રાહક ખાતા, પ્રીપેડ સાધન, વોલેટ અને ફાસ્ટેગ વગેરેમાં 29 ફેબ્રુઆરી 2024 પછી જમા કે ટોપ-અપ સ્વીકારવાથી રોકી હતી. PPBL વિરૂદ્ધ RBI એ આ પગલુ વ્યાપક પ્રણાલી ઓડિટ રિપોર્ટ અને બાહરી ઓડિટરોની અનુપાલન સત્યાપન રિપોર્ટ પછી ઉઠાવ્યુ હતુ.

Shah Jina