રજવાડી ગેટ વાળો ખૂબ જ આલીશાન છે રવિન્દ્ર જાડેજાનો બંગલો, જુઓ અંદરની શાનદાર તસવીરો

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાનું નામ ખુબ જ વખાણવામાં આવે છે. તેની રમત ઉપરાંત તે પોતાની સ્ટાઇલના કારણે પણ ખુબ જ જાણીતો છે. મેદાન ઉપર પણ રવિન્દ્ર જાડેજા બેટથી જાણે તલવાર બાજી કરતો હોય અને મૂછો ઉપર તાવ આપતો પણ ઘણીવાર નજર આવે છે.

Image Source

જેટલી શાનદાર રવિન્દ્ર જાડેજાની રમત અને સ્ટાઇલ છે તેટલું જ આલીશાન તેનો બંગલો છે. રવિન્દ્ર જાડેજાનો આ બંગલો તેના વતન જામનગરમાં છે. જામનગરમાં રવિન્દ્ર જાડેજાની એક આગવી પ્રતિભા છે અને તેની આ પ્રતિભા જ તેના બંગલાની સુંદરતામાં વધારો કરે છે.

Image Source

રવિન્દ્ર જાડેજાનો આ આલીશાન બંગલો ચાર માળનો છે. જે જામનગરમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર છે. જાડેજા તેના આ બંગલાના કારણે પણ ખુબ જ ચર્ચામાં રહેતો હોય છે.

Image Source

રવિન્દ્ર જાડેજાના આ બંગલાનો દેખાવ કોઈ મહેલ કરતા જરા પણ કમ નથી, આ બંગલાની અંદર વિશાળ દરવાજા અને જુના તેમજ કિંમતી ફર્નિચર જોવા મળે છે.

Image Source

જાડેજાના આ બંગલાની અંદરની સજાવટ પણ જોવા લાયક છે. જાડેજાના ઘરમાં એકથી એક શાનદાર અને મોંઘા શો પીસ તેમજ ઝૂમર લાગેલા છે.

રવિન્દ્ર જાડેજાના લિવિંગ રૂમમાં એક આલીશાન સોફો લાગેલો છે. જાડેજા પોતાના ઘરની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં પણ શેર કરતો રહે છે.

જાડેજાના બંગલામાં એક બહુ જ મોટો ડાઇનિંગ એરિયા પણ છે. જે શાહી અનુભવ પણ આપે છે. જાડેજાના ઘરની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

Image Source

જાડેજા પોતાના આ આલીશાન ઘરની અંદર પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે. આ ઉપરાંત જાડેજાનું જામનગરમાં એક ફાર્મ હાઉસ પણ છે. જેને જે “જ્ડ્ડુ ફાર્મ હાઉસ” તરીકે ઓળખાય છે.

Image Source

જાડેજાએ લોકડાઉનના સમયમાં પણ ઘણો સમય પોતાના ફાર્મ હાઉસમાં વિતાવ્યો હતો. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ તેને શેર કર્યા હતા.

Niraj Patel