આઇપીએલનો માહોલ ગરમ છે. ચેન્નાઇ સુપર કિંગ્સે પોતાની ત્રણમાંથી બે મેચ જીતી લીધી છે, પોતાની ત્રીજી મેચની અંદર ચેન્નાઇ માટે રવિન્દ્ર જાડેજા હીરો સાબિત થયો. તેને 2 વિકેટ લેવાની સાથે 4 કેચ પણ પકડ્યા હતા.
પરંતુ હાલ મળતી ખબર પ્રમાણે રવિન્દ્ર જાડેજાના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. રવિન્દ્ર જાડેજાના વીર નામના ઘોડાનું નિધન થયું છે. જેની જાણકારી જાડેજાએ સોશિયલ મીડિયામાં ખુબ જ ભાવુક પોસ્ટ કરીને આપી છે.
જાડેજાએ વીર નામના ઘોડા સાથેની ઘણી બધી તસવીરો શેર કરી અને પોતાની ભાવુક પોસ્ટની અંદર લખ્યું છે કે, “બધી જ સુંદર યાદોને જે આપણે એકસાથે શેર કરી હતી. તે બધાને હું સાચવીને રાખીશ અને એને ક્યારેય નહીં ભૂલું. મારા પ્રેમાળ “વીર” તું મારા મનગમતામાંથી એક હશે. તમે સારી રીતે આરામ કરો.”
ઉલ્લેખનીય છે કે આ ઘોડો રવિન્દ્ર જાડેજાની એકદમ નજીક હતો. આ પહેલા પણ જાડેજાએ આ ઘોડા સાથેની ઘણી તસવીરો શેર કરી છે. જાડેજા હાલમાં આઈપીએલમાં વ્યસ્ત છે. આ સમય તેના માટે ખુબ જ દુઃખનો છે.
View this post on Instagram