કતલખાને લઇ જવાતી ગાયે ધારણ કર્યું રૌદ્ર રૂપ, લોકોમાં વ્યાપ્યો ફફડાટ, અભિનેત્રી રવીના ટંડને વીડિયો શેર કરીને વ્યક્ત કર્યું દુઃખ, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ ઘણી બધી ઘટનાઓના વીડિયો વાયરલ થતા રહે છે, ત્યારે બે દિવસ પહેલા દુનિયાભરમાં યોજાયેલા બકરી ઈદના તહેવારને લઈને પણ ઘણા બધા વીડિયો વાયરલ થયા હતા. ગત રોજ એક વીડિયો પાકિસ્તાનમાંથી સામે આવ્યો હતો, જેમાં ગાયની બલી આપતા પહેલા એક કસાઈ ગાયને બાંધવા જતો હતો ત્યારે જ ગાય ગુસ્સે થતા તેને દોરડા સાથે ઘસેડીને લઇ ગઈ હતી.

હવે સોશિયલ મીડિયામાં એક બીજો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોને બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી રવીના ટંડન દ્વારા ટ્વિટર ઉપર રીટ્વિટ કરવામાં આવ્યો છે. આ વીડિયોની અંદર પણ એક એવો જ નજારો જોવા મળી રહ્યો છે, જેમાં ગાય એક વ્યક્તિને પછાડતી જોવા મળી રહી છે.

આ વીડિયોને રિટ્વિટ કરતા રવીના ટંડને કેપશનમાં લખ્યું છે, “તેની છેલ્લી લડત”. રવીનાના કેપશનના આધારે લાગી રહ્યું છે કે ગાયને કતલખાને લઈ જવામાં આવી રહી છે અને તેના માટે જ તેને બાંધવામાં આવી રહી છે. ત્યારે ગાય પણ રૌદ્ર રૂપ ધારણ કરે છે અને તેની બધી રહેલા લોકોને મથીપાક પણ ચખાડે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગાયને ત્રણ-ચાર લોકો બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ ગાયની એકદમ નજીક છે અને ગાય તેને પોતાના શીંગડામાં ભેરવી અને પછાડે છે. જેના બાદ તેને પગથી એક એવી કિક મારે છે કે જાણે કોઈ WWEનો રેસલર સ્લેમ કિક મારી રહ્યો હોય. જો કે આ વ્યક્તિ તે કિકથી બચી ગયો હતો. પરંતુ હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને મૂળ  Nonsensical Nemo દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને રવીના ટંડને રી-ટ્વિટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 6 લાખ 64 હજાર કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે જ્યારે 20 હજારની આસપાસ લોકોએ તેને લાઈક કર્યો છે. આ ઉરપટ ઘણા યુઝર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે “ગાય સાથે આવું કૃત્ય કરનારને સજા મળવી જોઈએ.” આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel