ઉજ્જૈનના મહાકાલના ચરણોમાં માથું ટેકવવા પહોંચી બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડન, ગર્ભગૃહમાં કરી પૂજા.. જુઓ વીડિયો અને તસવીરો

ગળામાં માળા અને માથા પર તિલક લગાવીને ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા પહોંચી રવીના ટંડન.. કહ્યું, “ખુશહાલી માટે….” જુઓ વીડિયો

બોલીવુડના ઘણા બધા સેલેબ્સ વખતો વખત દેવ મંદિરની મુલાકાતે જતા હોય છે. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. તેમાં પણ ઉજ્જૈનમાં સ્થિત મહાકાલના મંદિરનું વિશેષ માહત્મ્ય છે અને ક્રિકેટ જગતના દિગ્ગજો ઉપરાંત બોલીવુડના સેલેબ્સ પણ મહાકાલના ચરણોમાં માથું ટેકવવા જતા હોય છે.

ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન પણ રવિવારે ભગવાન મહાકાલના દરબારમાં પહોંચી હતી. તેણે ગર્ભગૃહમાં વિધિપૂર્વક ભગવાન મહાકાલની પૂજા કરી હતી. આ દરમિયાન મહાકાલેશ્વર મંદિર સમિતિ દ્વારા રવિના ટંડનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના આગમનની માહિતી મહાકાલેશ્વર મંદિર સમિતિને પહેલેથી જ હતી. આ કારણે મંદિર સમિતિએ અભિનેત્રીના દર્શનને લઈને ખાસ વ્યવસ્થા કરી હતી.

ખાનગી સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા વચ્ચે રવિના ટંડન ગર્ભગૃહમાં પહોંચી હતી, જ્યાં તેણે ધાર્મિક વિધિઓ સાથે ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. આ પછી તેણે નંદી હોલમાં બેસીને અભિષેક કરાવ્યો. મહાકાલેશ્વર મંદિર સમિતિ હંમેશા પ્રતિષ્ઠિત લોકોનું સન્માન કરે છે. આ ક્રમમાં રવિના ટંડનનું સન્માન કરવામાં આવ્યું હતું.

અભિનેત્રી રવિના ટંડને મહાકાલ લોક વિશે માહિતી લીધી. આ ઉપરાંત મહાકાલેશ્વર મંદિર સમિતિ દ્વારા કરવામાં આવી રહેલા વિસ્તરણની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે મીડિયાથી પણ અંતર રાખ્યું હતું. મહાકાલેશ્વર મંદિરના પંડિત પૂજારીઓએ જણાવ્યું કે વિશ્વ શાંતિ અને કલ્યાણની ઈચ્છા સાથે અભિનેત્રીએ અભિષેકનો પાઠ કરાવ્યો.

વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દર્શન કર્યા પછી, પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને મંદિરમાં સ્થિત અન્ય દેવતાઓના દર્શન પણ કર્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા. આ દરમિયાન અભિનેત્રી રવિના ટંડન બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન જોવા મળી હતી તેણે પોતાના માથા પર તિલક પણ લગાવ્યું હતું અને ગળામાં માળા પહેરી હતી.

રવિના ટંડને મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે તે તેની નવી ફિલ્મની સફળતા ઈચ્છે છે. ત્યાં બાબા મહાકાલના દર્શન કર્યા પછી, તે ઈચ્છે છે કે દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. સૌનું કલ્યાણ થાય. જણાવી દઈએ કે અભિનેત્રી બિનોય ગાંધી નિર્દેશિત ફિલ્મ ‘ઘૂડચડી’ અને વિવેક બુડાકોટીની ‘પટના શુક્લા’માં જોવા મળશે. આ બંને ફિલ્મો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.

Niraj Patel