“600 કરોડ પાણીમાં નાખી દીધા, રામાયણના નામ પર લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે,” “આદિપુરુષ” જોઈને ભડક્યા યુઝર્સ, જુઓ શું કહ્યું ?
Adipurush Trolled For Bad VFX : ગત શુક્રવારના રોજ દર્શકો ઘણા લાંબા સમયથી જે ફિલ્મની રાહ જોવામાં આવી રહી હતી એ ઓમ રાઉતની ફિલ્મ “આદિપુરુષ” રિલીઝ થઇ. ફિલ્મની એડવાન્સ બુકીંગ પણ મોટી સંખ્યામાં થયું અને પહેલા દિવસે જ આ ફિલ્મે દુનિયાભરમાંથી 150 કરોડની આસપાસ કમાણી પણ કરી લીધી. ત્યારે ફિલ્મ જોયા બાદ હવે ફરીથી વિવાદોમાં આવી ગઈ છે.
“આદિપુરુષ” રિલીઝ થતા પહેલા પણ ઘણા વિવાદોમાં સપડાઈ ગઈ હતી. ત્યારે હવે રિલીઝ થયા બાદ પણ ફિલ્મના VFX અને ફિલ્મના ડાયલોગને લઈને લોકો હવે તેના પર મીમ બનાવી રહ્યા છે. પહેલા હનુમાનજી દ્વારા બોલવામાં આવેલા ડાયલોગના વીડિયો વાયરલ થતા હતા ત્યારે હવે રાવણનો એક સીન વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે અજગર પર સૂતેલો જોવા મળે છે.
રાવણનો રોલ નિભાવી રહેલા સૈફ અલી ખાનને આ રીતે જોયા પછી ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ રામાયણ પર બનેલી આ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વીડિયોમાં રાવણ એટલે કે સૈફ અજગરની વચ્ચે પડેલો છે અને અજગર તેની ઉપર સરકતો જોવા મળી રહ્યો છે. સૈફનો પાઈથોન મસાજ કરાવતો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, જ્યાં આ વીડિયો શેર કરતી વખતે એક યુઝરે ટ્વિટર પર લખ્યું, ‘ચલો યે વાલા મસાજ ભી દેખ લો, ઓમ રાઉત દ્વારા પ્રાયોજિત અજગર મસાજ’. બીજાએ લખ્યું, ‘મારે મારા પૈસા પાછા જોઈએ છે’. તો ત્રીજાએ લખ્યું, ‘ડિઝાસ્ટર મૂવી’.
ફેન્સ સોશિયલ મીડિયા પર ફની મીમ્સ શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘આદિપુરુષ’નું કુલ બજેટ 650 કરોડની આસપાસ છે. આ ફિલ્મ લગભગ 6500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ત્યારે ઘણા લોકો આ ફિલ્મને જોઈને એમ પણ કહી રહ્યા છે કે 600 કરોડ પાણીમાં નાખી દીધા.