નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ પર લાગી ભીડ, ખાલી ટી શર્ટ પહેરીને શોપિંગ કરવા નીકળી ગઇ અભિનેત્રી?

હવે આ અભિનેત્રીએ પણ બધી હદ પાર કરી, ફેન્સ બોલ્યા ‘દીદી નીચેનું તો પહેરી લો’

બેંગલુરુની અભિનેત્રી રશ્મિકા મંદાના દક્ષિણની ફિલ્મોમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી અભિનેત્રીઓમાંની એક છે. તમે તેની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે માત્ર 25 વર્ષની ઉંમરે અભિનેત્રીએ ફોર્બ્સ ઈન્ડિયામાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. તેના સોશિયલ મીડિયા પર 24 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તેની સ્ટાઇલ અને ફેશનની દરેક એક્ટિવિટી પસંદ કરવામાં આવે છે.

પેપરાજી પણ તેને જોતાની સાથે જ કેમેરામાં કેદ લાગી જાય છે. ત્યારે ફરી એકવાર રશ્મિકા મંદાનાની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર બધાનું દિલ જીતી રહી છે. સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના લાંબી ટી-શર્ટ પહેરીને શોપિંગ કરવા પહોંચી હતી, જેનો વીડિયો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે.

આ વીડિયોમાં રશ્મિકા મંદાના લાંબી ટી-શર્ટમાં જોવા મળી રહી છે, જેના કારણે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. ચાહકો રશ્મિકા મંદાનાના વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે તે પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે?

રશ્મિકાએ કેઝ્યુઅલ ડ્રેસ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ કલરની હેન્ડબેગની જોડી બનાવી છે, તેમજ ફૂટવેરમાં સફેદ સ્પોર્ટી શૂઝ પહેર્યા છે. તમને જણાવી દઈએ કે રશ્મિકાને મોંઘી બેગ અને ફૂટવેર લઈ જવું ગમે છે, એવું કહેવાય છે કે તેની પાસે 3 લાખની કિંમતની બેગ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Rashmika lover❤ (@rashmikanstagram)

તમને જણાવી દઈએ કે રશ્મિકા જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિનેત્રી ફિલ્મ મિશન મજનૂમાં જોવા મળશે, આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા રશ્મિકા મંદાના સાથે જોવા મળશે. મે 2022માં રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ પણ હવે પૂર્ણ થઈ ગયું છે.

 

View this post on Instagram

 

A post shared by 2.9K (@rashmika_vijay.love)

સાઉથની ક્વીન અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી તેની સુંદરતાની સાથે સાથે તેના શાનદાર અભિનય માટે પણ જાણીતી છે. તેના ક્યૂટ એક્સપ્રેશનને કારણે તે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ હતી.

રશ્મિકા મંદાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની કિંમત 250 કરોડ છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના. અલ્લુ અર્જુન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina