ટી 20 ક્રિકેટમાં રાશિદ ખાને મચાવી દીધો તહેલકો, આ ખેલાડીને પછાડીને રચ્યો નવો ઇતિહાસ, જુઓ

દેશરભરમાં ક્રિકેટ રસિયાઓમાં હાલ IPLનો માહોલ જોવા મળી રહ્યો છે, પ્લે ઓફમાં પહોંચવા માટે દરેક ટીમ ખુબ જ મહેનત કરી રહી છે, ત્યારે 10 ટીમોની અંદર ગુજરાત ટાઇટન્સ પહેલી એવી ટીમ બની છે જે પ્લે ઓફમાં સૌથી પહેલા પોતાની જગ્યા કાયમ કરી શકી છે. ગઈકાલે ગુજરાત અને લખનઉ વચ્ચે ખુબ જ રોમાંચક મેચ યોજાઈ જેમાં ગુજરાતને મોટી જીત મળી, આ સાથે જ પ્લે ઓફમાં ગુજરાત ટાઇટન્સે પોતાની જગ્યા બનાવી લીધી.

મંગળવારે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 57મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં ગુજરાતની આ 9મી જીત છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની ટીમ પ્લેઓફમાં ક્વોલિફાય થઈ ગઈ છે. IPL 2022ની પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત પ્રથમ ટીમ છે. ગુજરાતના બોલર રાશિદ ખાને આ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તે આ વર્ષે T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

રાશિદે 6.30ની ઈકોનોમીમાં 3.5 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે લખનઉના દીપક હુડાને 27ના સ્કોર પર, કૃણાલ પંડ્યાને 5ના સ્કોર પર, જેસન હોલ્ડરને 1ના સ્કોર પર અને અવેશ ખાનને 12ના સ્કોર પર પેવેલિયન મોકલ્યા હતા. આ સાથે તે 2022માં T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો.

આ મામલામાં તેણે નેપાળના સંદીપ લામિછાનેને પાછળ છોડી દીધો છે. રાશિદે આ વર્ષે અત્યાર સુધીમાં 27 મેચ રમી છે અને 40 વિકેટ લીધી છે. આ સાથે જ સંદીપે 23 મેચમાં 38 વિકેટ ઝડપી છે.  આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ત્રીજા નંબર પર છે. બ્રાવોએ વર્ષ 2022માં અત્યાર સુધીમાં 19 મેચ રમી છે. આ દરમિયાન તેણે 34 વિકેટ પોતાના નામે કરી છે.

આ ઉપરાંત જેસન હોલ્ડર આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે આ વર્ષે 17 મેચ રમી છે અને 29 વિકેટ લીધી છે. લખનઉ સામેની મેચમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ રાશિદ ખાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. રાશિદે હવે T20માં 450 વિકેટ પૂરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે બ્રાવોએ ટી20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લીધી છે. બ્રાવોએ T20માં 585 વિકેટ લઈને અજાયબી કરી છે. તો, ઇમરાન તાહિર બીજા નંબર પર છે, જેના નામે T20માં 451 વિકેટ છે. આવી સ્થિતિમાં રાશિદ T20માં 450 વિકેટ લેનારો માત્ર ત્રીજો બોલર બની ગયો છે.

Niraj Patel