રશ્મિ દેસાઇએ કર્યો નાના ડ્રેસમાં એવો ડાંસ કે ચાહકોએ કરી લીધી ટ્રોલ, જુઓ વીડિયો

ટીવીના સંસ્કારી વહુબેટાનો આ વિડીયો જોઈને ફેન્સ બોલ્યા, સ્કર્ટ ઉપર જવાનું ટેંશન નથી? જુઓ વાયરલ વીડિયો

ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર અભિનેત્રી રશ્મિ દેસાઇ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના બોલ્ડ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તે સતત ચાહકો સાથે તેની તસવીર શેર કરતી રહે છે.

પોપ્યુલર ટીવી અભિનેત્રી અને “બિગબોસ 13″ની કંટેેસ્ટન્ટ રશ્મિ દેસાઇ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ફોટોશૂટ તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

રશ્મિ દેસાઇ એકવાર ફરી તેના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી છે. તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

રશ્મિની આ નવી તસવીરોને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો આ તસવીરો પર તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ચાહકો રશ્મિના આ ફોટોશૂટ પર કમેન્ટોનો વરસાદ વરસાવી રહ્યા છે.

રશ્મિ દેસાઇના લુકની વાત કરીએ તો, તેણે યલો ટોપ સાથે યલો પેન્ટ કેરી કર્યુ છે. આ સાથે તેણે બ્લેક ઓપન કોટ કેરી કર્યો છે. આ લુકમાં રશ્મિ ગોર્જીયસ લાગી રહી છે.

રશ્મિ દેસાઇ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધમાલ મચાવી રહી છે. આજકાલ તેનો બોલ્ડ અંદાજ ઘણો જ ચર્ચામાં રહેતો હોય છે. હવે રશ્મિએ  તેનો એક ખૂબ જ શાનદાર ડાંસ વીડિયો શેર કર્યો છે.

Source

રશ્મિ આ વીડિયોમાં લાઇટ બ્લુ ઓફ શોલ્ડર ટોપ અને મીની સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. આ બોલ્ડ ડ્રેસમાં રશ્મિએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ દિવસોમાં ચાલી રહેલ ડાંસ ચેલેંજને પૂરુ કર્યુ છે.

રશ્મિના આ વીડિયો  પર ચાહકો ઉપરાંત સેલેબ્સે પણ  કમેન્ટ કરી છે. મોનાલિસા તો રશ્મિની હોટ અદાઓની ફેન થઇ ગઇ છે.

જો કે, આ વીડિયોને કારણે રશ્મિને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. કેટલાક યુઝરે તો કમેન્ટ કરી લખ્યુ છે કે, કોરોના છે, ઘરે રહો, માસ્ક પહેરો.

એક યુઝરે રશ્મિને ટ્રોલ કરતા લખ્યુ કે, આટલી નાની સ્કર્ટ પહેરી છે, કપડા તો ઢંગથી પહેર્યા કરો. કોરોના ઘણો છે તો માસ્ક પહેરો. એકે લખ્યુ કે, આટલી નાની સ્કર્ટ પહેરીને ડાંસ કરી રહી છે તો સ્કર્ટ ઉડવાની ચિંતા નથી થઇ રહી.

રશ્મિ દેસાઇ આ વીડિયોમાં કોઇ કોઇ દુકાન બહાર ડાંસ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, રશ્મિ કાર્ડી બીના ગીત I know that’s right પર ડાંસ કરતી જોવા મળી રહી છે. તેના ડાંસ મૂવ્સ જોવાલાયક છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

Shah Jina