Raj Yog: 30 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિમાં એક સાથે બનેલો રાજયોગ બદલશે કિસ્મત

Raj yog 2022: ગ્રહોમાં થતા પરિવર્તનો લોકોના જીવન પર ઘણી અસર કરે છે. ખાસ કરીને જ્યારે કોઈ ગ્રહોની યુતિ સર્જાય છે ત્યારે તેની અસર પણ ખાસ હોય છે. તો બીજી તરફ જુલાઈ 2022માં ગ્રહોની સ્થિતિ કેટલીક રાશિ વાળા માટે બહુ શુભ સાબિત થવાની છે. હકિકતમાં આ સમયે શુક્રની રાશિ વૃષભમાં બુધ-શુક્રની યુતિ બની રહી છે. તો બીજી તરફ 30 વર્ષ બાદ ન્યાયના દેવતા શનિ તેની મુળ ત્રિકોણીય રાશિ કુંભમાં હાજર છે. શનિ અને બુધ-શુક્રની આ સ્થિતિ 4 રાશિઓમાં શશ અને માલવ્ય જેવા રાજયોગ બનાવી રહી છે. આ યોગ આ રાશિવાળાની કિસ્મત બદલી નાખશે. તો આવો જોઈએ એ કઈ રાશિ છે જેના આવનારા સમયમાં આવશે અચ્છે દિન.

1.વૃષભ: જ્યોતિશાચાર્યોના જણાવ્યા પ્રમાણે વૃષભ રાશિવાળાના લગ્ન ભાવમાં રાજયોગ બની રહ્યો છે, જે તેના કેરિયરને ઉંચાઈ પર લઈ જશે. તેમને મોટુ પદ મળી શકે છે. મોટી સેલરી અને ઉચ પદવાળી નોકરી મળી શકે છે. આ ઉપરાંત પ્રમોશન મળવાની પણ શક્યતા છે. વેપારીઓને નવા નવા પ્રોજેક્ટ મળશે. આ રાશિના લોકોની આર્થિક મુશ્કેલી દૂર થશે. સમાજમાં માન સન્માન વધશે.

2.સિંહ: બુધ-શુક્ર,શનિની સ્થિતિ સિંહ રાશિમાં બે રાજયોગ બનાવી રહી છે. આ યોગ આ રાશિના જાતકોને અચાનક મોટી સંપત્તિ અપાવી શકે છે. જે લોકો ભાગીદારીમાં વેપાર કરવા માગે છે તેમને સારો લાભ મળશે. વિદેશમાં જવાની ઈચ્છા પુરી થશે. આ સમયે કરવામાં આવેલ રોકાણ આવનારા સમયમાં સારુ વળતર અપાવશે. આ ઉપરાંત પૈતૃક સંપત્તિ પણ મળી શકે છે.

3.વૃશ્ચિક: ગ્રહોની સ્થિતિ વૃશ્ચિક રાશિવાળાના કેરિયર અને આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર લાવશે. તેમને નવી નોકરી, ચાલું નોકરીમાં પગાર વધારો મળી શકે છે. જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે તેમને મોટો લાભ મળશે. આ ઉપરાંત નવી કાર કે નવું ઘર લેવાનો પણ યોગ બની રહ્યો છે.

4.કુંભ: કુંભ રાશિમાં બની રહેલ બે રાજ યોગ આ રાશિના જાતકોનું જીવન બદલી દેશે. ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિની કોઈ કમી નહીં રહે. તેઓ દરેક પ્રકારના સુખ વૈભવ ભોગવશે. ઘર અને કાર ખરીદવાનો પણ યોગ બની રહ્યો છે. આ ઉપરાંત પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રાએ પણ જવાનું થશે. અજાણ્યા લોકો પાસેથી પૈસા મળશે. નોકરીમાં પ્રમોશન મળશે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધારી સફળતા મળશે.

YC