પહેલી નજરમાં જ કોમલ પર દિલ હારી બેઠો હતો આ સેલિબ્રિટી, હવે લગ્નના 6 વર્ષ બાદ લેવા જઇ રહ્યો છે છૂટાછેડા

ફેન્સ દુઃખી દુઃખી થઇ ગયા, વધુ એક મોટા સેલિબ્રિટીનું ઘર ભાંગ્યું, આટલી ખુબસુરત પત્ની સાથે છૂટાછેડા લઇ રહ્યો છે

સેલેબ્સના બગડતા સંબંધો ખૂબ જ હેડલાઇન્સમાં રહે છે. ઘણા સેલેબ્સ તેમની ફિલ્મો અથવા વર્ક ફ્રન્ટ કરતાં તેમના અંગત જીવન અને સંબંધો માટે વધુ હેડલાઇન્સમાં રહે છે. કેટલાક દિવસ પહેલા જ સલમાન ખાનના ભાઇ સોહેલ ખાન અને તેની પત્ની સીમા ખાનના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાં હવે વધુ એક સેલેબ્સના છૂટાછેડાના સમાચાર આવ્યા છે. રેપર રફ્તાર તેના જબરદસ્ત ગીતો માટે જાણીતો છે.

રોડીઝમાં શાનદાર જજની ભૂમિકા ભજવનાર રેપર રફ્તારના જીવનમાં તોફાન આવી ગયું છે. અહેવાલ છે કે રફ્તાર તેના છ વર્ષના લગ્નજીવનનો અંત લાવવા જઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના છ વર્ષ બાદ રફ્તારે તેની પત્ની કોમલ વોહરાથી છૂટાછેડા માટે અરજી કરી છે. રફ્તાર ઉર્ફે દિલીન નાયર અને તેની પત્ની કોમલ લાંબા સમયથી અલગ રહેતા હતા અને હવે સત્તાવાર રીતે અલગ થવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર બંનેએ 2020માં જ છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે તેઓ છૂટાછેડા લઈ શક્યા ન હતા.

રિપોર્ટ્સ અનુસાર, લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી. હવે બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે અને છૂટાછેડા લઈ રહ્યા છે.બંને 6 ઓક્ટોબર, 2022ના રોજ છૂટાછેડા લેવા માટે પેપર પર સહી કરશે. રફ્તાર અને કોમલે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને 2011માં એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા અને પ્રથમ નજરમાં જ પ્રેમમાં પડ્યા હતા. પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2016માં લગ્ન કર્યાં.

લગ્નના છ વર્ષ બાદ હવે બંને અલગ થઈ રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા છે અને લગ્નની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. કોમલ અભિનેતા કરણ અને કુણાલ વોહરાની બહેન છે.’હિન્દુસ્તાન ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, કપલની નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો કે રફ્તાર અને કોમલ તેમના જીવનમાં આગળ વધી ગયા છે. જણાવી દઇએ કે, રફ્તારે તેની કારકિર્દીની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી.

આ સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે. આ સિવાય તેણે ‘રોડીઝ’ અને ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ની સીઝન 7માં ગેંગ લીડર અને જજની ભૂમિકા પણ ભજવી છે. રફ્તારે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં પણ ભાગ લીધો હતો.

Shah Jina