ફિલ્મી દુનિયા

બરફનો ગોળો ચુસતો નજરે આવ્યો રણવીર, તો દીપિકા બોલી મારુ બચ્ચું ….

બૉલીવુડ અભિનેતા રણવીર સિંહે શુટિંગની વ્યસ્તતા વચ્ચે 6 જુલાઈના લંડનમાં જન્મદીવસ ઉજવ્યો હતો. રણવીર સિંહના જન્મદિવસે ફેન્સે વિશ કર્યું હતું. ફેન્સે રણવીર સિંહના બર્થડે પર એટલા મેસેજ કર્યા હતા કે ટ્વીટર પર ટ્રેન્ડિંગ થઇ ગયું હતું.

આ વચ્ચે દીપિકએ નિશ્ચિત રૂપથી એક મેસેજ કર્યો હતો.દીપિકાએ રણવીરની બાળપણની તસ્વીર શેર કરીને લખ્યું હતું કે, સંવેદનશીલ અને ભાવનાત્મક,મારો ખ્યાલ રાખવા વાળો દયાળુ, ઉદાર અને સૌમ્ય, મજાકિયા અને બુદ્ધિમાન,રમણીય અને વફાદાર,અને એની સાથે જ મારા પતિ, મારા દોસ્ત, મારા પ્રેમી, પરંતુ અધિકથી અધિક વાર  મારા બચ્ચા, મારા હૂંફ, મારા ઇન્દ્રધનુષ। ..તું હંમેશા મારી સાથે આ રીતે રહી શકીશ …. આઈ લવ યુ..


રણવીર અને દીપિકા હાલ લંડનમાં છે. બન્ને સાથે જન્મ દિવસની ઉજવણી કરી હતી. ત્યારે રણવીરે તેના ઇન્સ્ટાગ્રામ પર દીપિકાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં દીપિકા ખુલીને હંસી રહી હતી. ફોટોમાં દીપિકા કોઈ બેન્ચ પર બેઠેલી દેખાય છે.તેમાં તેનો કેઝ્યુઅલ લુક જોવા મળે છે. ફોટો શેર કરતા રણવીરે લખ્યું હતું કે,’હાઈ ઓન કેક’.

ફિલ્મ નિર્માતા ફરાહખાન દીપિકાની આ પોસ્ટ પર કમેન્ટ કરતા જણાવ્યું હતું કે, સાચે જ ખુબસુરત છે. આ બધાને હેપી બર્થડે.

જણાવી દઈએ કે રણવીર સિંઘે તેના જન્મદિવસે 83નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો. આ લુકમાં રણવીર કપિલ દેવ જેવો જ નજરે ચડે છે. આ ફિલ્મ 1983ના વર્લ્ડ કપ પર આધારિત છે. જયારે દીપિકા આ ફિલ્મમાં કપિલ દેવની પત્નીનો રોલ નિભાવે છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.

દીપિકા પાદુકોણે હાલમાં જેસિડ એટેક સવાઈવર લક્ષ્મી અગ્રાવતની બાયોપીકનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મ મેઘના ગુલઝારની ડાયરેક્ટ કરે છે.

બોલિવૂડમાં દીપિકા અને રણવીરને સૌથી શ્રેષ્ઠ કપલ માનવામાં આવે છે અને આ બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેરમાં પણ વ્યક્ત કરવાથી પાછા હટતા નથી. ત્યારે આ બંને હાલ ડાયરેક્ટર કબીર ખાનની આવનારી ફિલ્મ ’83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ લંડનમાં ચાલી રહ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks