કિયારા અડવાણીના સ્ટાઇલિશ લુક પર ભારી પડી રણવીર સિંહની અજીબો ગરીબ ફેશન, મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો હટકે લુક

ટૂંકા ટૂંકા શોર્ટ્સમાં દેખાઈ શેરશાહની હિરોઈન કિયારા અને બે ચોટી બનાવેલ રણવીર સિંહને એરપોર્ટ પર જોતા જ રહી ગયા લોકો

બોલિવુડ અભિનેતા રણવીર સિંહ તેમના અલગ અંદાજથી બધાને હેરાન કરતા રહે છે. તેઓ તેમના અભિનય ઉપરાંત વાઇબ્રેંટ લુક માટે જાણિતા છે. તેમની ડિફરન્ટ ફેશન સ્ટાઇલ તો ઘણીવાર ચર્ચામાં રહે છે. રણવીરનું સ્ટાઇલ સ્ટેટમેંટ ઘણુ કુલ હોય છે. હાલમાં જ અભિનેતાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. અહીં પણ તેઓએ તેમની નવી હેર સ્ટાઇલથી બધાનું ધ્યાન ખેંચ્યુ હતુુ.

આ વખતે રણવીર સિંહની હેરસ્ટાઇલે તો કિયારા અડવાણીના સ્ટાઇલિશ લુકની પણ લાઇમલાઇટ ચોરાવી લીધી. જેની પણ અભિનેતા પર નજર પડી તેઓ બસ તેમને જોતા જ રહી ગયા. મુંબઇ એરપોર્ટ પર અભિનેતાને ખૂબ સ્ટાઇલિશ લુકમાં સ્પોટ કરવામાં આવ્યા હતા, જે તેમની પૂરી બોડીને હાઇલાઇટ કરી રહ્યુ હતુ.

રણવીર સિંહે બે પોનીટેલ બનાવી રાખી હતી. બે પોનીટેલ સાથે તેમણે બ્લેક શૈડ્સ લગાવ્યા હતા અને બ્લુ કલરનો સૂટ કેરી કર્યો હતો. અભિનેતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. રણવીર સિંહ હાલમાં જ તેમની કેટલીક તસવીરોને કારણે ચર્ચામાં હતા, જયાં અર્જુન કપૂરે તેમને ક્લીવેજ કિંગ કહીને બોલાવ્યા હતા.

કોઇ બી-ટાઉન અભિનેતા પર પહેલીવાર જ આવી ચોટીવાળો લુક જોવા મળ્યો હશે અને આ વાતમાં કોઇ શક નથી કે રણવીર સિંહ જ કેરી કરવાની હિંમત રાખે છે. આમ તો કંઇ પણ કહો, પરંતુ રણવીર સિંહ આ લુકમાં ડૈપર લાગી રહ્યા હતા અને આ હૈંડસમ હંકથી પોની વિના પણ તેમના પરથી નજર હટાવવી મુશ્કેલ હોતી.

ત્યાં જ બોલિવુડ અભિનેત્રી અને પોતાના અભિનયના દમ પર ડંકો વગાડનારી કિયારા અડવાણીની જો વાત કરીએ તો, તેને પણ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે હંમેશાની જેમ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ વ્હાઇટ ડેનિમ શોર્ટ્સ સાથે ટૈંક ટોપ મેચ કર્યુ હતુ. આ ઉપરાંત તેણે ગોલ્ડન જેકેટ કેરી કર્યુ હતુુ, જે સ્ટાઇલ કોશંટને ઘણુ વધારી રહ્યુ હતુ.

કિયારાએ આ લુક સાથે વ્હાઇટ કલરના કુલ સ્નીકર્સ અને બ્રાઉન શેડનું ટોટ બેગ રાઉન્ડ ઓફ કર્યુ હતુ. પરંતુ આ વખતે બધી લાઇમલાઇટ તો રણવીર સિંહ ચોરાવીને લઇ ગયા.

રણવીર સિંહના વર્કફ્રંટની વાત કરીએ તો, તેમની ફિલ્મ “83” બનીને તૈયાર છે. આ ફિલ્મ વર્ષ 2020માં રીલિઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે ફિલ્મની રિલીઝને પોસ્ટપોન કરી દેવામાં આવી હતી. હજી નવી રિલીઝ ડેટની એનાઉન્સમેન્ટ થઇ નથી. આ ફિલ્મમાં તેમની સાથે તેમની પત્ની દીપિકા પાદુકોણ મહત્વની ભૂમિકામાં છે.

રણવીરની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જયેશભાઇ જોરદાર, રોકી ઓર રાની કી પ્રેમ કહાની, સર્કસ જેવી ફિલ્મોનો ભાદ છે. રણવીરનો અભિનય દર્શકોને ઘણો પસંદ આવે છે.

Shah Jina