ખબર વાયરલ

દુલ્હનના કપડાં પહેરીને રાનૂ મંડલે ગાયું સૌથી ફેમસ સોન્ગ, વીડિયો જોઈને તમે પણ હસવાનું રોકી નહિ શકો

ઈન્ટરનેટ સેન્સેશન બનેલી રાનૂ મંડલ અત્યારે અવાર નવાર કોઈક ને કોઈક કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. ક્યારેક તેનો અવાજ તો ક્યારેક તેની અતરંગી હરકતન કારણે રાનૂ મંડલ અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તેવામાં થોડા દિવસ પહેલા જ રાનૂ મંડલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે દુલહનના કપડામાં નજર આવી રહી છે.

આ વીડિયોમાં રાનૂ મંડલે એ ગીત ગાતા નજર આવી જે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યું છે. વીડિયોમાં રાનૂ મંડલ પોતાના સુરીલા અવાજથી ભૂબન વાદ્યકરનું ગીત ‘કચ્ચા બદામ’ ગાઈ રહી હતી. ભૂબન બાદ હવે રાનૂની અવાજમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં તાબડતોડ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં રાનૂ મંડલ લાલ અને લીલા રંગની બનારસી સાડીમાં નજર આવી રહી છે આ દરમ્યાન લાલ રંગની સાડી સાથે લીલા કલરનો બ્લાઉસ પહેરેલો હતો અને સાથે જ સોનાની જવેલરી પણ પહેરેલી હતી. રાનૂ મંડલ જેવી રીતે પુરી મગન થઈને ગીત ગાઈ રહી છે તે જોઈને તેમનો મજાક પણ ઉડાવી રહ્યા હતા અને દરેક વખતની જેમ ટ્રોલ પણ કરવામાં આવી હતી. વીડિયોના અંતમાં રાનૂ મંડલની સાથે એક વ્યક્તિ પણ નજર આવી રહ્યો છે જોકે તે કોણ છે તેના વિશે વીડિયોમાં કોઈ જાણકારી આપવામાં આવી નથી. આ વિડીયો કોને રેકોર્ડ કર્યો છે તે પણ હજી સુધી જાણવા મળ્યું નથી.

લગભગ બે વર્ષ પહેલા રાનૂ મંડલને સૌથી પહેલા રાણાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ‘એક પ્યાર કે નગમા’ ગાતા સ્પોટ કરવામાં આવી હતી. આ ગીત પછી રાનૂ મંડલ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી અને બધી બાજુ ચર્ચામાં છવાઈ ગઈ હતી. ત્યારબાદ રાનૂ ઘણા શોમાં પણ નજર આવી હતી એટલે સુધી કે ફેમસ સિંગર અને મ્યુઝિક ડાયરેક્ટર હિમેશ રેશમિયાએ તેની જોડે ગીત પણ રોકોર્ડ કરાવ્યું હતું. પરંતુ પછી ધીરે ધીરે રાનૂના વ્યવહારના કારણે તેની આલોચના પણ થવા લાગી હતી અને તે સોશિયલ મીડિયા પર અવાર નવાર ટ્રોલ થઇ રહી છે.