“યે ક્યા હુઆ, કેસે હુઆ…” ગીત પર બંગાળી દુલ્હનની જેમ સજી ધજીને રાનુ માંડલે ચલાવ્યો પોતાની અવાજનો જાદુ, વીડિયો જોયા બાદ લોકોએ લીધી મજા

બંગાળી દુલ્હનની જેમ સજી ધજીને રાનૂ માંડલે ગાયુ “યે ક્યા હુઆ, કેસે હુઆ…” ગીત, વાયરલ થયો વીડિયો

આજના સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કોઇના માટે પણ પોતાનું ટેલેન્ટ દુનિયા સામે રાખવું સરળ બની ગયુ છે. વર્તમાન સમયમાં કેટલાક એવા ઉદાહરણ છે જેણે સોશિયલ મીડિયાના માધ્યમથી ફર્શથી લઇને અર્શ સુધીની સફર કરી છે. એમાંથી જ એક છે રાનૂ માંડલ. રાતો રાત સોશિયલ મીડિયા પર સનસની બનેલી રાનૂ માંડલ તો તમને યાદ જ હશે ને. એક વીડિયો વાયરલ થતા પૂરો દેશ તેને ઓળખવા લાગ્યો હતો. ફિલ્મ અભિનેતા અને સિંગર હિમેશ રેશમિયાએ તો તેને પોતાની ફિલ્મમાં ગીત ગાવાનો પણ મોકો આપ્યો હતો.

રાતો રાત ફર્શથી અર્શ સુધી પહોંચેલી રાનૂ માંડલ અવાર નવાર તેના વીડિયો અને તેના ગીતોને કારણે ચર્ચામાં રહે છે. લોકો તેને ઘણી ટ્રોલ પણ કરે છે. ત્યારે હાલમાં ફરી એકવાર તે ચર્ચામાં આવી છે. રાનૂ માંડલનો નવો લુક જોઇ લોકો હેરાન છે. રાનૂ માંડલે બંગાળી દુલ્હન જેવો લુક કેરી કર્યો છે અને તે ક્યા હુઆ..કૈસે હુઆ ગીત ગાઇ રહી છે. લાલ સાજી અને ઘરેણામાં બંગાળી દુલ્હનની જેમ સજેલી રાનૂ માંડલને જોઇ લોકો સમજી નથી શકતા કે આ આવી રીતે દુલ્હનની જેમ કેમ તૈયાર થઇ છે.

રાનૂ માંડલનો આ વીડિયો વાયરલ થયા બાદ લોકો ખૂબ મજા લઇ રહ્યા છે. કેટલાક લોકોએ તેને કંગના રનૌતના શો Lock Upમાં જવાની સલાહ આપી. ત્યાં એકે લખ્યુ- તમે જોઇને ડર લાગી રહ્યો છે. જણાવી દઇએ કે, ઓગસ્ટ 2019માં કોલકાતાના રાણાઘાટ રેલવે સ્ટેશન પર ‘એક પ્યાર કા નગમા હૈ’ ગીતનો એક વીડિયો વાયરલ થયા બાદ રાનૂ માંડલની કિસ્મત બદલાઇ ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Jayita Das (@jayita_das15)

પોતાના સુરીલા અવાજને કારણે હિમેશ રેશમિયાે તેને મુંબઇ બોલાવી અને પોતાની ફિલ્મમાં ગીતની ઓફર કરી. અહીં સુધી કે રાનૂ માંડલ કેટલાક રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. જો કે, આજે રાનૂ માંડલ પાછી એ જ જગ્યાએ પહોંચી ગઇ છે, જ્યાંથી તે આવી હતી.

Shah Jina