હાર્દિક પંડ્યા અને ટાઇગર શ્રોફની નવી પાડોશી બની રાની મુખર્જી, ખરીદ્યુ આટલા કરોડનું આલીશાન ઘર, જુઓ તસવીરો

બોલીવુડના સેલેબ્રિટીઓ હોય કે પછી ક્રિકેટ જગતના મહારથીઓ, તેમની આલીશાન લાઈફના કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર પંડ્યા બ્રધર્સે મુંબઈના ખાર વિસ્તારમાં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો હતો. હવે ખબર આવી રહી છે કે પંડ્યા બ્રધર્સની પાડોશી અભિનેત્રી રાની મુખર્જી પણ બની ગઈ છે.

બ હોલીવુડ અભિનેત્રી રાની મુખરજીએ મુંબઈમાં એક નવું આલીશાન ઘર ખરીદ્યુ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રાનીએ રુસ્તમજી પેરરામાઉન્ટમાં 4+3 બીએચકે ફ્લેટ લીધો છે. આ લોકેશનમાંથી અરબ મહાસાગરનો સુંદર નજારો જોયા મળે છે. આ ઉપરાંત તેના આ લોકેશનમાં ઘણા સેલેબ્રિટીઓ પણ રહે છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાનીએ આ ફેલ્ટ માટે 7.12 કરોડ રૂપિયાની કિંમત ચૂકવી છે. તેનો આ ફેલ્ટ બિલ્ડિંગમાં માળે આવેલો છે. આ ફેલ્ટ 1,485 સ્કવેર ફૂટમાં ફેલાયેલો છે. તેમની આ આલીશાન પ્રોપર્ટી હવે તે વિસ્તારમાં ધીમે ધીમે સેલેબ્રીટી હબ બની રહ્યું છે.

22માં માળે આવેલા આ ફેલ્ટની અંદર કારને પાર્ક કરવાની સુવિધા છે. બિલ્ડીંગમાં પણ કાર પાર્કિંગ માટે અલગ જગ્યા બનાવવામાં આવી છે. આ બીલ્ડીન્ગમાં એક મોટા જીમની પણ સુવિધા છે. રોક ક્લાઈમ્બિંગ માટે પણ કુત્રિમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને તારા જોવા માટે પણ ખાસ જગ્યા છે.

થોડા દિવસ પહેલા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ પણ આજ લોકેશન ઉપર 4+4 બીએચકે એપાર્ટમેન્ટ ખરીદ્યુ હતું. તેની પ્રોપર્ટીની કિંમત લગભગ 28થી 30 કરોડ છે. ચર્ચા તો એવી પણ છે કે દિશા પાટની અને ટાઇગર શ્રોફે પણ અહીંયા ઘર ખરીદ્યુ છે.

Niraj Patel